<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

આઇટી ઉદ્યોગ ક્ષેત્રે ઐતિહાસિક અધ્‍યાયઃ રાજકોટમાં શનિવારે ‘VCITE 'નું લોન્‍ચિંગ

રાજકોટ તા. ૩૦ : ગુજરાતના આઇટી અને તેને સંલગ્ન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક અધ્‍યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી સૌરાષ્‍ટ્રના આઇટી ઉદ્યોગનું સફળ પ્રતિનિધિત્‍વ કરનાર રાજકોટ ઇન્‍ફોર્મેશન ટેક્રોલોજી એસોસિએશન (RITA) હવે વધુ વ્‍યાપક વિઝન અને રાષ્‍ટ્રીય અભિગમ સાથે Visionary Council of IT & ITeS Enterprises (VCITE) તરીકે નવી ઓળખ સાથે કાર્યરત બન્‍યું છે જેમનું ભવ્‍ય લોન્‍ચિંગ ૧ ઓગસ્‍ટ ૨૦૨૬ ના રાજકોટમાં યોજાનાર છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહાનુભાવો, ઉદ્યોગજગતના અગ્રણી આગેવાનો, આઇટી ઉદ્યોગના પ્રતિનિધિઓ, વિવિધ ચેમ્‍બર ઓફ કોમર્સ, ઉદ્યોગ સંગઠનો, સ્‍ટાર્ટઅપ્‍સ, શૈક્ષણિક સંસ્‍થાઓ તેમજ યુવા ઉદ્યોગસાહસિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

VCITEનો મુખ્‍ય હેતુ માત્ર આઇટી કંપનીઓનું પ્રતિનિધિત્‍વ કરવાનો નથી, પરંતુ ઉદ્યોગ - સરકાર - શિક્ષણજગત - સ્‍ટાર્ટઅપ્‍સ વચ્‍ચે મજબૂત સેતુ બની સમગ્ર ટેક્રોલોજી ઇકોસિસ્‍ટમને વૈશ્વિક સ્‍તરે આગળ વધારવાનો છે. એમ્‍પ્‍લોયમેંટ જનરેશન, સ્‍કિલ ડેવલપમેન્‍ટ, ઇન્‍ડસ્‍ટ્રી-એકેડેમિયા સહયોગ, સ્‍ટાર્ટઅપ પ્રોત્‍સાહન, ઇનોવેશન, પોલિસી એડવોકસી, અને વૈશ્વિક બિઝનેસ તકો સર્જવા માટે સ્‍ઘ્‍ત્‍વ્‍ચ્‍ વિવિધ પહેલ હાથ ધરશે.

VCITEના પ્રમુખ રોનકભાઈ રૈયાણીએ તેમના કોરે ટીમના સભ્‍યો જયદીપભાઈ નંદાણી, રવિભાઈ કણસાગરા, હિતેશભાઇ સાવલિયા, દેવેનભાઈ નોંધન્‍વદરા, વિવેકભાઈ આઘેડા, યોગેનભાઈ નથવાણી, કિશનભાઈ મનાવાદરિયા, દિલીપભાઈ વોરાં, ધવલભાઈ પટેલ, ભાવેશભાઈ ધોળકિયા, જયદીપભાઈ આદેશરા, જીગ્નાબેન પીપળીયાએ જણાવ્‍યું હતું કે, VCITE માત્ર નવી સંસ્‍થા નથી, પરંતુ નવી વિચારધારા છે. અમારું લક્ષ્ય માત્ર આઇટી કંપનીઓને એક મંચ આપવાનું નથી, પરંતુ ગુજરાતમાંથી વૈશ્વિક સ્‍તરની ટેકનોલોજી ઇકોસિસ્‍ટમ જેમકે આર્ટીફીશીયલ ઇન્‍ટેલીજન્‍સ, ઇન્‍ડસ્‍ટ્રી ૪.૫, સાયબર સીકયુરીટી, સેમીકન્‍ડકટર, સાસ, કલાઉડ અને ડીઝીટલ ટ્રાન્‍સફોર્મેશન ઉભી કરવાનું છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આજના સમયમાં જેવા ક્ષેત્રોમાં ભારત વિશ્વનું નેતળત્‍વ કરી શકે છે અને સ્‍ઘ્‍ત્‍વ્‍ચ્‍ આ દિશામાં ગુજરાત તથા દેશના ઉદ્યોગોને સશક્‍ત બનાવવાનું કાર્ય કરશે.

કાર્યક્રમના આયોજકો દ્વારા રાજ્‍યભરના આઇટી અને આઇટીઇએસ ઉદ્યોગો, સ્‍ટાર્ટઅપ્‍સ, એમએસએમઇએસ, શૈક્ષણિક સંસ્‍થાઓ તેમજ વિવિધ ઉદ્યોગ સંગઠનોને આ ઐતિહાસિક પ્રસંગના સહભાગી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વીસાઇટના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:21 PM IST)