<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

રાજકોટમાં દીકરાનું ઘર બનશે ૨૨ અનાથ દીકરીઓનું માવતર

પિતા વિહોણી દીકરીઓનું અંધારું ઉલેચીને જીવનમાં રંગ પૂરવા સ્‍નેહના આંગણિયે આસોપાલવ રોપાશેઃ ડિસેમ્‍બરમાં ‘‘વહાલુડીના વિવાહ-૯'' શાંતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર ૨૦૦થી વધુ કાર્યકરો સમૂહલગ્નને યાદગાર બનાવવા સજ્જઃ ૩૦૦થી વધુ ગૃહોપયોગી ચીજવસ્‍તુઓ સહિત સોના-ચાંદીના દાગીના કરિયાવરમાં અપાશેઃ ૨૮ જુલાઈથી ફોર્મ વિતરણ શરૂઃ શહીદ જવાનની દીકરી માટે રૂ. ૫ લાખ સુધીના કરિયાવરની જાહેરાત

રાજકોટઃ જે ઘરની દીકરીનો બાપ ના હોય, આખો સમાજ તેનો બાપ બનીને ઊભો રહેૅ  આ ઉદ્દેશ સાથે રાજકોટની સેવાભાવી સંસ્‍થા ર્ં'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રર્મં દ્વારા સતત ૯માં વર્ષે સમાજ માટે ઉદાહરણરૂપ એવા ર્ં'વહાલૂડીના વિવાહર્'ં પ્રકલ્‍પનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. છેલ્‍લા ૨૮ વર્ષથી અબુધ અને નિરાધાર વૃદ્ધોની છત્રછાયા બનેલી આ સંસ્‍થા આ વખતે પણ અનાથ અને પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ર્ં૨૨ કન્‍યાઓના પ્રભુતામાં પગર્લાં કરાવીને તેમના જીવનમાં નવો ઉજાસ પાથરશે.

સંસ્‍થા દ્વારા જણાવ્‍યા મુજબ, આગામી ૨૦ ડિસેમ્‍બરના રોજ વહાલૂડીના વિવાહ-૯નો આ સદભાવના પર્વ ઉજવાશે. ૨૦૧૮થી શરૂ થયેલી આ અનોખી યાત્રામાં અત્‍યાર સુધીમાં ૧૮૯ અનાથ દીકરીઓ પોતાની સાસરે સુખી-સંપન્ન જીવન જીવી રહી છે. ચાલુ વર્ષે વધુ ૨૨ દીકરીઓને રજવાડી ઠાઠ અને શાષાોક્‍ત વિધિ સાથે વિદાય આપવામાં આવશે.

એક શ્રીમંત પિતા પોતાની દીકરીને જે રીતે લાડકોડથી સાસરે વળાવે, તે જ ગૌરવ સાથે સંસ્‍થા દ્વારા દરેક દીકરીને ૩૦૦થી વધુ વસ્‍તુઓનો સમૃદ્ધ કરિયાવર આપવામાં આવશે. જેમાં કબાટ, પલંગ, સોફા-ટીપાઈ, ગાદલાં-ઓશિકાં, મિક્‍સર, ફ્રિજ, એર કૂલર, પંખા, સોના-ચાંદીના અલંકારો, વાસણનો આખો સેટ અને ૩૧ જોડી કપડાં સહિતની તમામ જરૂરી ચીજવસ્‍તુઓ સામેલ છે.

આ ઉપરાંત, સંસ્‍થાએ દેશના વીર શહીદો પ્રત્‍યે સન્‍માન વ્‍યક્‍ત કરતા જાહેરાત કરી છે કે, જો કોઈ શહીદ જવાનની દીકર્રીં ધ્‍યાનમાં આવશે તો સંસ્‍થા દ્વારા તેના લગ્ન કરાવીને રૂ. ૫ લાખ

દીકરીઓ માટે  વિવાહ ફોર્મ મેળવવા માટે

તા. ૨૮ જુલાઈથી તા. ૨૮ ઓગસ્‍ટ (સાંજે ૪ થી ૭)

૩૦૫, ગુરુકૃપા કોમ્‍પ્‍લેક્ષ, ભારત ટ્રાવેલ્‍સની બાજુમાં, વિરાણી ચોક પાસે, ટાગોર રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો (નોંધઃ ફોર્મ મેળવવા માટે દીકરીએ પોતાના ઉંમરના પુરાવા સાથે આવવું ફરજિયાત છે).

સંસ્‍થાના મુખ્‍ય સંસ્‍થાપક મુકેશ દોશી, મૌલેશભાઈ ઉકાણી અને શિવલાલભાઈ આદ્રોજા સહિતના અગ્રણીઓએ જણાવ્‍યું કે, આ કોઈ દાતારી કે ઉપકાર નથી પરંતુ દીકરીઓ પ્રત્‍યેની સામાજિક ફરજ છે. સંસ્‍થા દ્વારા લગ્ન કરનાર દરેક દીકરીને સરકારશ્રીની ર્ંકુંવરબાઈનું મામેરું અને સપ્તપદીના સાત ફેરા યોજના હેઠળ મળતી આર્થિક સહાય પણ મેળવી આપવામાં આવશે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સંસ્‍થાના ૨૦૦થી વધુ ભાઈઓ અને બહેનો (કાર્યકર્તાઓ)  જહમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના એકઝીકયુટીવ એડીટર તથા અકિલાની વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના આગેવાનો સર્વશ્રી અનુપમભાઇ દોશી, હસુભાઇ રાચ્‍છ, નલીનભાઇ તન્ના, અશ્‍વિનભાઇ પટેલ અને હરીશભાઇ હરીયાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:33 PM IST)