News of Friday, 10th July 2026
નાસ્તો કરવા નીકળેલા વેલનાથપરાના સાહિલને ખભા પર છરી ઝીંકી દેવાઇ
મોરબી રોડ જુના જકાતનાકા પાસે બનાવ : જુના મનદુઃખને લીધે નિલેષ ઘા ઝીંકી ભાગી ગયો

રાજકોટ તા. ૧૦: મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં. ૩માં રહેતાં સાહિલ પ્રકાશભાઇ ઉગરેજીયા (ઉ.વ.૨૨) નામના યુવાનને સાંજે મોરબી રોડ જુના જકાતનાકા પાસે નિલેષ નામના શખ્સે અચાનક ધસી આવી ખભા પર છરી મારી દેતાં તે લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ કરાયો છે.
સાહિલ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ છે અને ચાંદી રેવવાની મજુરી કરે છે. તેના કહેવા મુજબ તેને અગાઉ નિલેષ નામના શખ્સ સાથે માથાકુટ થઇ હતી અને બાદમાં સમાધાન થઇ ગયુ હતું. સાંજે પોતે મિત્ર સાથે જકાતનાકા નજીક નાસ્તો કરવા ગયો ત્યારે પોતાને નિલેષ જોઇ જતાં જુનો ખાર રાખી છરી સાથે ધસી આવી ઘા મારી દીધો હતો. દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં તે ભાગી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:07 AM IST)










