તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
૨૨ જૂલાઇ આસપાસ વધૂ એક લો પ્રેસર સર્જાશેઃ ૨૫ થી ૩૧ જૂલાઇ દરમિયાન ગુજરાતમાં ૧ થી ૧૦ ઇંચ ખાબકશેઃ સોરાષ્ટ્ર-કચ્છમાં ૧થી ૬ ઇંચ જેવો પડશે
૨૫ થી ૩૧ જૂલાઇ વચ્ચે હળવો- મધ્યમ પરંતુ અતિ ભારે વરસાદ તા. ૨૭ થી ૩૧ જૂલાઇ વચ્ચે પડશે : સોરાષ્ટ્રમાં ખૂબ સિમીત વિસ્તારમાં ૬ ઇંચથી વધૂ વરસાદ : ૨૨ જૂલાઇ સૂધી છુટોછવાયો વરસાદ ચાલૂ રહેશેઃ ૩૧ જૂલાઇ બાદ ઓગસ્ટના પહેલા ૧૦ દિવસમાં પણ સાર્વત્રિક વરસાદનો વધૂ રાઉન્ડ આવશે : નવા લો પ્રેશર હેઠળ ચોમાસાની ધરી દક્ષિણ તરફ ફરકશેઃ ૨૫ જૂલાઇ આસપાસ પૂર્વ ભારતથી લઇ ગુજરાત સૂધી બહોળુ સરકયુલેશનઃ ગોરવ રાણીંગા

રાજકોટ, તા.૧૮: જૂનાગઢના વતની અને સોરાષ્ટ્ર-કચ્છના જીલ્લાના વેધર એનીલીસ્ટ શ્રી ગોૈરવ રાણીંગાએ એક આગાહીમાં ઉમેર્યુ છે કે, હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આજે ૧૮ જુલાઈ, ૨૦૨૬ ના સવારે ૦૫:૩૦ વાગ્યે દેશ લેવલે સક્રિય વેધર સીસ્ટમો આ મુજબ છે.પヘમિ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં ઉપરનું લો પ્રેશ (Low Pressurea Area) હાલમાં ગાંગ઼ટિક પヘમિ બંગાળ અને તેની બાજુના ઉત્તર ઝારખંડ ઉપર સ્થિત છે. તેની સાથે જોડાયેલું અપર એર સાયકલોનિક સકર્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી વાતાવરણની ૫.૮ કિ.મી. ઉંચાઇ સુધી ફેલાયેલુ છે. અન. ઉંચાઇ સાથે દક્ષિણ-પヘમિ તરફ ઝુકે છે. આગામી ૨૪ કલાક દરમિયાન તે ધીમે ધીમે નબળું પડવાની શકયતા છે.
ચોમાસાની ધરી (Monsoon Trough) હાલમાં અમળતસર, કરનાલ, બરેલી, લખનૌ, પટણા, ગાંગેટિક પヘમિ બંગાળ અને ઉત્તર ઝારખંડ ઉપર આવેલા લો પ્રેશરના કેન્દ્ર, ડાયમંડ હાર્બર થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ પસાર થાય છે. આ ધરી વાતાવરણમાં ૦.૯ કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી છે.
ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો ઉપરનું અપર એર સાયક્લોનિક સકર્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિ.મી. સુધી આવેલું છે.
પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપરનું અપર એર સાયક્લોનિક સકર્યુલેશન હજુ યથાવત્ છે અને ર્ં૧.૫ થી ૩.૧ કિ.મી.ની ઊંચાઈ વચ્ચે જોવા મળે છે.
દક્ષિણ-પヘમિ રાજસ્થાન અને લાગુ ઉતર ગુજરાતના વિસ્તારો ઉપરનું અપર એર સાયક્લોનિક સકર્યુલેશન વાતાવરણમાં ૩.૧ કિ.મી.ની ઊંચાઈએ યથાવત્ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો ઉપર વાતાવરણની ૫.૮ કિ.મીની ઊંચાઈએ સાયક્લોનિક સકર્યુલેશન સ્વરૂપે નબળું પડ્યું છે, અપર લેવલના પヘમિી પવનોમાં રહેલો તેનો ટ્રફ ૭.૬ કિ.મી.ની ઊંચાઈએ આશરે 70° પૂર્વ રેખાંશ અને 30° ઉત્તર અક્ષાંશથી ઉત્તર તરફ વિસ્તરેલો છે.
જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ દરમ્યાન ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ આવ્યા બાદ ચોમાસાની ધરી ઉતર તરફ સરકી જતા છૂટા છવાયા વરસાદ સિવાય મેઘરાજાએ વિરામ લીધો છે જેથી લોકો અને ખેડૂતમિત્રોમાં ચિંતાના વાદળો છવાયા છે ત્યારે હાલની સ્થિતિ મુજબ ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે ફરી સક્રિય થવા જઇ રહ્યાના સંકેતો મળી રહ્યા છે, હાલ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉતર ગુજરાતના વિસ્તારો ઉપર રહેલા અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસર હેઠળ રોજ ગુજરાતમાં ઘણા સ્થળે ઝાપટા અને છૂટા છવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસાવે તેવી કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી જેથી ૨૨ જુલાઈ સુધી આ મુજબનો છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે. જેમાં ૨૦ જુલાઈથી ગુજરાત રિજિયનના વિસ્તારોમાં થોડો વધારો જોવાઈ શકે તેમજ ૨૦ થી ૨૨ જુલાઈમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટા હળવા વરસાદમાં વધારો થશે.
ત્યારબાદની વાત કરીએ તો ૨૨ જુલાઈ આસપાસ પヘમિ બંગાળના કાંઠે વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે, આ લો પ્રશરની અસર હેઠળ ચોમાસાની ધરી પણ દક્ષિણ તરફ સરકે અને ૨૫ જુલાઈ આસપાસથી પૂર્વ ભારતથી લઈને ગુજરાત સુધી એક બહોળું સરકયુલેશન રચાઈ શકે તેની સાથે જ ગુજરાતમાં મધ્યમ થી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. તા. ૨૫ જુલાઈ થી ૩૧ જુલાઈ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે અને કેટલાક સિમિત વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ જોવા મળી શકે. વધુ વરસાદની સંભાવના ૨૭ થી ૩૧ જુલાઈ દરમ્યાન રહેશે. આ રાઉન્ડમાં અતિભારે વરસાદના વિસ્તારો ગુજરાત રિજિયન બાજુ વધુ રહેશે જ્યાં ઘણા સ્થળે એક થી ચાર ઇંચ અને અમુક સ્થળે ચાર થી દસ ઇંચ જેટલો અતિભારે વરસાદ જોવા મળી શકે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ આગાહીના દિવસોમાં ઘણા સ્થળે હળવો મધ્યમ એક થી અઢી ઇંચ અને કેટલાક સ્થળે ભારે ત્રણ થી છ ઇંચ અને ખૂબ સીમિત વિસ્તારોમાં તેથી વધુ વરસાદ પણ જોવા મળી શકે છે. વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રામાં સિસ્ટમના ટ્રફના લોકેશન મુજબ ફેરફાર શકય છે.
આગોતરૂ એંધાણઃ વરસાદના આ રાઉન્ડ બાદ પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહે અને ઓગષ્ટ મહિનાના પહેલા બે સપ્તાહ દરમ્યાન પણ સાર્વત્રિક વરસાદના વધુ રાઉન્ડ આવે તેવી ઊજળી સંભાવના હાલ દેખાય રહી છે. આ ઘણા લાંબા ગાળાનું એંધાણ હોય તેમાં થતા ફેરફાર મુજબ આગળ વધુ અપડેટ આપવામાં આવશે. નોંધઃ તમામ માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ તરફથી આપવામાં આવતી માહિતી ધ્યાને લેવી. (વેધરઃ બાય ગોૈરવ રાણીંગા)
(2:31 PM IST)










