<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

માધાપર ચોકડીએથી બેસતા વર્ષે બાઇક ચોરનાર જામનગરનો શખ્‍સ પકડાયો

ડીસીબીના રવિભાઇ ગઢવી, મુકેશભાઇ સબાડની બાતમીથી કામગીરી

રાજકોટ તા. ૧૩: ડીસીબીની ટીમે બેસતા વર્ષના દિવસે બનેલો વાહનચોરીનો ગુનો ઉકેલી ઉકેલી જામનગરના શખ્‍સને ઝડપી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક, યોગી પાર્ક શેરી નં. ૧માં રહેતા અને ઈમિટેશનની છૂટક મજૂરી કરતાં રાજેશભાઈ લક્ષ્મણભાઈ રામોલીયા (ઉ.વ. ૪૩) બેસતા વર્ષની સવારે આઠેક વાગ્‍યે ઘરેથી જીજ-૦૩સીએસ-૧૬૪૮ નંબરનું હોન્‍ડા બાઇક લઈને નીકળ્‍યા હતા. તેમને કામ સબબ જામનગર જવાનું હોઇ પોતાનું બાઇક માધાપર ચોકડી ખાતે ઇન્‍ડિયન પેટ્રોલ પંપની સામે શિવ શક્‍તિ ટ્રાવેલ્‍સની ઓફિસ સામે આવેલા બ્રિજની નીચે પાર્ક કર્યું હતું અને ત્‍યાંથી બસમાં બેસીને જામનગર જવા રવાના થયા હતા.

બાદમાં ત્રણેક વાગ્‍યે રાજકોટ પરત આવ્‍યા ત્‍યારે બાઇક ગાયબ હોઇ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ડીસીબીના હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, મુકેશભાઇ સબાડે બાતમી પરથી જામનગર ગોકુલનગર-૧માં પાણખાણ ઉદ્યોગનગર ખાતે રહેતાં નવલસ્‍ંિહ ઉર્ફે નવુભા રામસિંહ જાડેજા (ઉ.વ.૩૬)ને એરપોર્ટ રોડ બગીચા પાસેથી ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, દિપકભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, સાગરભાઇ માવદીયા, યજુવેન્‍દ્રસિંહ જાડેજા, જીલુભાઇ ગરચર, તોૈફિકભાઇ જુણાચ, અશ્વીનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી

(4:14 PM IST)