<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

શાપરમાં કોહવાયેલી હાલતમાં પુરૂષની લાશ મળી, કપડાસ્ત્રીના પહેરેલા હતાં!

લાશમાં જીવાતો પડી ગઇ હતીઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું: મૃત કોણ? મૃત્‍યુ કઇ રીતે થયું?સ્ત્રીના કપડા શા માટે પહેર્યા હતાં કે પહેરાવાયા હતાં: સહિતના મુદ્દે શાપર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૫: શાપર વેરાવળમાં એક કોહવાયેલી માનવ લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. શાપર પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. મહિલાના કપડા પહેરેલા હોઇ આ લાશ અજાણી મહિલાનું પ્રાથમિક તારણ નીકળ્‍યું હતું. પરંતુ રાજકોટ ખાતે પોસ્‍ટમોર્ટમ શરૂ થતાં પુરૂષની લાશ હોવાનું અને તેણે મહિલાના કપડા પહેરેલા હોઇ પોલીસ ચકરાવે ચડી હતી. આ મૃતક કોણ છે? કઇ રીતે મોત થયું? તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ  શાપરમાં મસ્‍કત ફાટક પાસે એક માનવં મળતદેહ કોહવાયેલી હાલતમાં પડ્‍યો હોવાની પોલીસને જાણ થતા શાપર પોલીસના પીએસઆઇ જેઠવા, રાઇટર પ્રતિપાલસિંહ સહિતનો સ્‍ટાફ દોડી ગય હતો. લાશ એટલી હદે કોહવાઇ ગઇ હતી કે તેમાં જીવાતો પડી ગઇ હતી. મહિલાના કપડા પહેરેલા હોઇ કોઇ અજાણી મહિલાનું મૃત્‍યુ થયાનું સમજી પોલીસે પ્રાથમિક કાર્યવાહી, પંચનામુ કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. 

પોલીસના કહેવા મુજબ મસ્‍કત ફાટક પાસેના રેલવે ટ્રેકની બાજુમાં અવાવરૂં ખુલ્લી જગ્‍યામાં મળતદેહ પડ્‍યો હતો. મળતદેહ કોહવાઇ ગયો હતો. તેના શરીરે  લીલા કલરનું બ્‍લાઉઝ અને લાલ ચણીયો પહેરેલા હતાં. જેથી લાશ મહિલાનું હોવાનું તારણ નીકળ્‍યું હતું. પરંતુ ફોરેન્‍સ્‍કિ પોસ્‍ટમોર્ટમ વખતે કપડા હટાવવામાં આવતાં આ લાશ પુરૂષની હોવાનું જણાયું હતું. મળતકની ઉંમર આશરે ૩૦થી ૩૫ વર્ષની છે. મોત કયા કારણોસર થયું? આ પુરૂષ છે તો કયા કારણે મહિલાના કપડા પહેર્યા કે પછી કોઇએ પહેરાવ્‍યા હતાં? મોત ક્‍યારે અને કયા કારણોસર થયું? તે સહિતની તપાસ શાપર પોલીસ કરી રહી છે. આ બનાવે સમગ્ર શાપરમાં ચકચાર જગાવી દીધી છે. મૃતક કિન્‍નર સમાજના તો નથી ને? કે પછી તેવો વેશ ધારણ કર્યો હશે?  તે સહિતના સવાલો ઉકેલવા શાપર પોલીસે તપાસ આગળ ધપાવી છે.

(11:27 AM IST)