News of Tuesday, 2nd June 2026
રાજકોટના કોઠારીયા રોડ પર જયનગરની ખાણમાંથી પુરૂષની કોહવાયેલી લાશ મળી
વાલીવારસ હોય તો આજીડેમ પોલીસ સ્ટેશનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨: શહેરના કોઠારીયા રોડ પર આજીડેમ પોલીસ સ્ટેશનથી આગળ આવેલા જયનગર મફતીયાપરા નજીક ખાણમાંથી અજાણ્યા આશરે ૪૫ વર્ષના પુરૂષની કોહવાયેલી, ફુલાયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ થઇ છે. કોઇ સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે
(3:55 PM IST)










