તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Thursday, 30th April 2026
રાજકોટમાં માનસિક શાંતિનો નવો અવતાર : અત્યાધુનિક ‘સાઉન્ડ હીલિંગ' સેન્ટરનો પ્રારંભ
૨ અને ૩ મેના રોજ ‘ટયુન્સ એન્ડ વાઈબ્સ'નું લોકાર્પણ; ધ્વનિ તરંગો દ્વારા તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાઓનું થશે નિવારણ : ડૉ. પાર્થ વ્યાસ

રાજકોટ : શહેરના આંગણે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાનો એક અનોખો સંગમ થવા જઈ રહ્યો છે. આજના દોડધામભર્યા અને તણાવપૂર્ણ યુગમાં માનસિક શાંતિ એ હવે લક્ઝરી બની ગઈ છે, ત્યારે રાજકોટના મોટા મવા વિસ્તારમાં ગુજરાતના સૌ પ્રથમ અત્યાધુનિક સાઉન્ડ હીલિંગ સેન્ટર ટયુન્સ એન્ડ વાઈબ્સનું આગામી ૨ અને ૩ મે (શનિ, રવિ)ના રોજ ઉદઘાટન કરવામાં આવશે.
આ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (આર્ષ વિદ્યા મંદિર), સાંસદ પરષોત્તમ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે અને ડો. ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહેશે.
સેન્ટરના ફાઉન્ડર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત સાઉન્ડ થેરાપિસ્ટ ડો. પાર્થ વ્યાસ જણાવે છે કે, સાઉન્ડ હીલિંગ (ધ્વનિ ચિકિત્સા)એ ભારતની હજારો વર્ષ જૂની પરંપરા છે. આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મુજબ, ધ્વનિના વાઈબ્રેશન શરીરના કોષીય સ્તર સુધી અસર પહોંચાડે છે. અહીં હિમાલયન સિંગિંગ બાઉલ્સ, ગોંગ મેડિટેશન અને બાઈનોરલ બીટ્સ જેવી ૩૧થી વધુ વિવિધ થેરાપીઓ દ્વારા ડિપ્રેશન, એન્ઝાયટી, અનિદ્રા અને કોર્પોરેટ બર્નઆઉટ જેવી સમસ્યાઓ પર કામ કરવામાં આવશે.
સેન્ટરનો દાવો છે કે માત્ર ૪૫ મિનિટનું સાઉન્ડ હીલિંગ સેશન કલાકોની ગાઢ નિદ્રા જેવો આરામ અને માનસિક શાંતિનો અનુભવ કરાવી શકે છે. ડો. પાર્થ વ્યાસ ૧૪ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને તેઓ યુકે, યુએસએ તથા દુબઈ જેવા દેશોમાં પણ પોતાની સેવાઓ આપી ચૂકયા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
સ્થળ : ૩૧૯, યુનિટ પ્લસ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મોટા મવા, રાજકોટ. મો. ૯૧ ૯૦૩૩૩ ૪૮૯૩૭
(3:52 PM IST)










