<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

સાયકલ પર સવાર થ્રિલરની નવી સફર ફિલ્મ ‘ગેટ સેટ ગો’

આગામી ૭ ઓગસ્‍ટના સિનેમા ઘરોમાં થશે રિલીઝ : ચિરંજીવી ગેંગ ફિલ્‍મમાં સાયકલ પર થ્રિલર એડવેન્‍ચર અને એકશન કરશે સુપ્રસિધ્‍ધ બોલીવૂડ અભિનેતા દિપક તિજોરી સહિત કલાકારો ‘‘અકિલા''ના આંગણે * આજે ફિલ્‍મનું ટ્રેલર થયું રિલીઝ : આગામી ૭ ઓગસ્‍ટના રોજ સિનેમા ઘરોમાં રજૂ થશે * પહેલી વાર ગુજરાતી ફિલ્‍મમાં ડિજીટલ કરન્‍સીની વાત કરૅવામાં આવી છેઃ દિપક તિજોરી * બોલીવુડની અને ગુજરાતી ફિલ્‍મોમાં કદાચ પહેલી વાર બાઇસીકલ હાઇટસનો ઉપયોગ થયો છેઃ જીનલ બેલાણી

આગામી ૭ ઓગસ્‍ટના રજુ થનાર ગુજરાતી ફિલ્‍મ ગેટ સેટ ગોના કલાકારો અકિલાના આંગણે આવ્‍યા હતો. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સુપ્રસિધ્‍ધ અભિનેતા દિપક તિજોરી, જીનલ બેલાણી, સંવેદના સુવાલ્‍કા, ભૌમિક સંપટ, અને ઓમ ભટ્ટ તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા. ૨૮: છેલ્‍લા કેટલાક વર્ષોમાં ગુજરાતી સિનેમાએ વિષયવસ્‍તુ, ટેક્રિકલ ગુણવત્તા અને રજૂઆતની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. સામાજિક, પારિવારિક અને કોમેડી ફિલ્‍મો બાદ હવે ગુજરાતી ફિલ્‍મો એક્‍શન અને એડવેન્‍ચર જેવા પડકારજનક વિષયો તરફ આગળ વધી રહી છે. આવી જ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્‍મ છે ગેટ સેટ ગો, જે આગામી ૭ ઓગસ્‍ટ, ૨૦૨૬ના રોજ રાજ્‍યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ગેટ સેટ ગોને ગુજરાતી સિનેમાની નવી પેઢીની ફિલ્‍મ તરીકે જોવામાં આવી રહી છે. ફિલ્‍મમાં હાઈ-સ્‍પીડ એક્‍શન, સાહસિક સાયકલ સ્‍ટન્‍ટ્‍સ, આધુનિક વિઝ્‍યુઅલ ઇફેક્‍ટ્‍સ (VFX) અને થ્રિલર શૈલીનું સંયોજન જોવા મળશે. નિર્માતાઓનો પ્રયાસ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત નથી, પરંતુ ટેક્રિકલ રીતે પણ ગુજરાતી ફિલ્‍મો રાષ્ટ્રીય સ્‍તરની ફિલ્‍મો સાથે સ્‍પર્ધા કરી શકે છે તેવો સંદેશ આપવાનો છે. ફિલ્‍મનું દિગ્‍દર્શન અરનવ કુમારે કર્યું છે. કલાકારોની વાત કરીએ તો ફિલ્‍મમાં દીપક તિજોરી, ભૌમિક સંપત, ઝીનલ બેલાણી, રૌનક કામદાર, ભાવ્‍ય ગાંધી, ઓમ ભટ્ટ, ધર્મેન્‍દ્ર ગોહિલ અને મુની ઝા જેવા કલાકારો મહત્‍વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. અનુભવી અને યુવા કલાકારોનું આ સંયોજન ફિલ્‍મને વિશેષ બનાવે છે. આજે અકિલાના આંગણે ગેટ સેટ ગો ફિલ્‍મ ના કલાકારો આવ્‍યા હતા અને ફિલ્‍મ વિશે વાત કરી હતી.

ફિલ્‍મના અભિનેત્રી જીનલ બેલાણીએ જણાવ્‍યું હતું કે ફિલ્‍મમાં એક ચિરંજીવી નામની એક ગેંગ હોય છે. જે અમીરો પાસેથી પૈસા લઇ ગરીબોને આપે છે. પણ આ કરવાની એમની એક અલગ સ્‍ટાઇલ છે. અને તે જે  કામ કરે છે તે સાયકલ ઉપર કરે છે. બોલીવુડની અને ગુજરાતી ફિલ્‍મોની કદાચ આ પહેલી બાઇસીકલ હાઇટસ ફિલ્‍મ છે. જેમાં બધુ એક એકશન સાયકલ ઉપર કરાયું છે. આ ફિલ્‍મ જીનલ બેલાણીએ જ લખી છે તેઓ કહે છે એક સમયે હું સાયકલ ઉપર ફરતી હતી અને એના ઉપરથી જ એક વિચાર આવ્‍યો કે સાયકલ ઉપર એક ગે઼ગ ફરતી હોય અને તેના ઉપરથી એક ફિલ્‍મ બને તો એ વિચારને અમલમાં મુકયો છે. આ ફિલ્‍મમાં જીનલ બેલાણી આ ગેંગનું એક ભાગનું પાત્ર ભજવે છે.

આ ચિરંજીવી ગેંગના લીડર સુપ્રસિધ્‍ધ  અભિનેતા દિપક તિજોરી છે. આ ફિલ્‍મ સાયકલ ઉપર જ આધારિત હોય ફિલ્‍મનું નામ ગેટ સેટ ગો રાખેલું છે. ફિલ્‍મમાં સંગીત સ્‍મીત જયએ બેકગ્રાઉન્‍ડ સ્‍કોર કર્યો છે, અભિલેખલાલે ગીતો આપ્‍યા છે. અને વત્‍સલ કવલે પણ ગીતો કર્યા છે.

ભૌમિક સંપટએ જણાવ્‍યું હતું કે હું આ ગેંગમાં વીડીનું પાત્ર ભજવી રહ્યો છું જેની ગેંગમાં નવી એન્‍ટ્રી છે તે સાયકલ ફાસ્‍ટ ચલાવે છે અને સ્‍ટંટ પણ સારા કરી શકે છે. ફિલ્‍મના કલાકાર ઓમ ભટ્ટે જણાવ્‍યું હતું કે સામાન્‍ય રીતે ગુજરાતી ફિલ્‍મમાં આવી  વીએફએકસ ખૂબ સારી છે થિયેટરમાં જોવા માટેનું આ ફિલ્‍મ એટલા માટે છે કે બાલિવુડના એકશન માસ્‍ટરસ દ્વારા એકશન સીકવન્‍સીસ તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત ફિલ્‍મને જે રીતે મોટા એન્‍ગલ પર સૂટ કરવામા ંઆવી છે. તે મોટા પડદે જ નિહાળવા માટે બની છે.

ખુબ જ જાણીતા બોલીવુડના અભિનેતા  અને હવે ગુજરાતી ફિલ્‍મોમાં કામ કરનાર દિપક તિજોરીએ જણાવ્‍યું હતું કે આની પહેલા મેં બે ગુજરાતી ફિલ્‍મો કરી છે. એક છે માડી જાયા અને બીજી ફિલ્‍મ છે હું  તું અને રમતુડી. તેમણે જણાવ્‍યું કે આ પછી ગુજરાતી ફિલ્‍મોમાં મને કોઇ અવકાશ નહોતો દેખાતો ગુજરાતી ફિલ્‍મમાં એવા વિઝયુઅલસ ન હતા કે ટેકનોલોજી ન હતી જયારે મેં હેલારો ફિલ્‍મ જોઇ ત્‍યારે થયું કે હવે ગુજરાતી ફિલ્‍મો માં ખૂબ સુધારો આવી ગયો છે. મને જયારે ગેટ સેટ ગો ફિલ્‍મની ઓફર જીવલ દ્વારા કરવામા ંઆવી તે મે તુંરતજ હા પાડી દીધી  આ ફિલ્‍મનો કન્‍સેપ્‍ટ મને નવો લાગ્‍યો બધા એકટરો પણ કોઓપરેટીવ અને સાથે કામ કરવાની મજા આવે તેવા હતા. તે લોકોનો ફિલ્‍મનો વિચાર કંઇક અલગ જ હતો. દિપક તિજોરીવાલાએ જણાવ્‍યું હતું કે ફિલ્‍મમાં મારૂ પાત્ર એક સાયકલ ગેંગના સૂત્રધાર તરીકેનું છે. આ ફિલ્‍મ જોવા લોકો ચોકકસ આવશે કારણ ફિલ્‍મનું કન્‍ટેન્‍ટ અલગજ છે અને નવું છે અને ખાસ તો આજનો કન્‍ટેન્‍ટ  છે. આજે આખી દુનિયા ડીજીટલ કરન્‍સી તરફ જઇ રહી છે ત્‍યારે આ પહેલી વાર ગુજરાતી ફિલ્‍મમાં ડિજીટલ કરન્‍સીની વાત કરવામાં આવી છે. આમાં એક મેસેજ તો છે જ પણ સાથે ફિલ્‍મમાં નવી રીતે રોબીન હુડનો કોનસેપ્‍ટ રજુ કરાયો છે અને એ પણ સાયકલ સાથે.

 ગેટ સેટ ગો ગુજરાતી ફિલ્‍મે સિનેમામાં  એકશન અને એડવેન્‍ચર ફિલ્‍મો માટે નવી ચર્ચા શરૂ કરી દીધી છે. ફિલ્‍મમાં અદભૂત સુપર વીએફએકસ અને અત્‍યાધુનિક કોમ્‍પ્‍યુટર ગ્રાફિકસનો ઉપયોગ કરવામાં આવયો છે. જે ગુજરાતી સિનમાને વૈશ્‍વિક સ્‍તરે લઇ જશે આ અદભૂત ફિલ્‍મને નિહાળવા દર્શકો ૭ મી ઓગષ્‍ટની આતુરતાથી રાહ જોઇ રહયા છે. (૩૮.૩૮)

ચિરંજીવી ગેંગ સામાજીક સેવામાં પણ અગ્રેસર

ગુજરાતના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોને આપશે ફંડ

ગુજરાતી ફિલ્‍મ ગેટ સેટ ગોમાં ચિરંજીવી એક સાયકલ ગેંગનું નામ છે. આ ગેંગના નેતાનું ધ્‍યેય ભ્રષ્‍ટ અને અન્‍યાયી લોકો સામે કાર્યવાહી કરીને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાનું છે. ફિલ્‍મમાં આ ગેંગ સાયકલ ઉપર નીકળી પડે છે. અને સાયકલીંગ કૌશલ્‍યનો ઉપયોગ કરીને સાહસિક ઓપરેશન હાઇસ્‍ટ હાથ ધરે છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્‍મના પ્રમોશનનું જે ફંડ છે. તે ફંડ ગુજરાતના પૂર ગ્રસ્‍ત વિસ્‍તારોમાં આપવાનું નિર્માતાઓએ નકકી કયુૃ છે. જેમાં ફિલ્‍મના કલાકારો અને ટીમે અમદાવાદના જરૂરીયાતમંદ લોકોને ફૂડ પેકેટ આપ્‍યા છે. જયારે રાજકોટમાં પાણીનું બોટલનું વિતરણ પણ કર્યુ છે. આગળ એજયુકેશન કિટ પણ આપવાના છે. ફિલ્‍મ દ્વારા જરૂરીયાત મંદ લોકો અને પૂર ગ્રસ્‍ત લાકે માટે એક હેલ્‍પલાઇન શરૂ કરાઇ છે. જેનો નંબર છે ૮૦૮૨૫૫૫૪૪૪.

 

(4:22 PM IST)