તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 6th October 2026
સૌરાષ્ટ્ર યુનિ.ના કથળેલા વહિવટ અંગે રાજયપાલને રજૂઆત કરાશેઃ કલેકટર-કુલપતિની મંજૂરી મંગાઇ

રાજકોટઃ તા.૬,આગામી તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્ય સરકારના શિક્ષણમંત્રી ની ઉપસ્થિતિને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી સ્ટુડન્ટ યુનિયન દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ શૈક્ષણિક, વહીવટી તેમજ વિદ્યાર્થીહિતના મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટે રાજ્યપાલો તથા. શિક્ષણમંત્રી સાથે મુલાકાત માટે કલેકટર-કુલપતિ સમક્ષ માંગણી કરાઇ છે.
પ્રદેશ મહામંત્રી સુરજ બગડાના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓના હિત સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે વિદ્યાર્થી પ્રતિનિધિમંડળને રૂબરૂ રજૂઆત કરવાની તક મળે તે જરૂરી છે. આ માટે ASAPના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળને આશરે ૧૦ મિનિટનો સમય ફાળવવા માંગ કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લગતા વિવિધ શૈક્ષણિક પ્રશ્નો જેવા કે પ્રવેશ, પરિક્ષા, મૂલ્યાંકન, પરિણામ તેમજ યુનિવર્સિટીની વ્યવસ્થા, કાયમી પરિક્ષા નિયામકની ભરતી, જેવા વિદ્યાર્થી હિત તથા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે રાજ્યપાલશ્રી અને શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
(3:54 PM IST)










