News of Thursday, 16th July 2026
ચારણીયા સમાજ દ્વારા વાજતે ગાજતે નિકળી આઇશ્રી નાગબાઇ માતાજીની શોભાયાત્રા

રાજકોટ : સમસ્ત ચારણીયા સમાજ દ્વારા આજે અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત આઇશ્રી પૂ. નાગબાઇ માતાજીની ૧૪ ફુટ ઉંચી પ્રતિમા સાથેની શોભાયાત્રા યોજવામાં આવી હતી. સવારે કિસાનપરા ચોક ખાતે શોભાયાત્રાને આઇધામ સમુહલગ્ન સમિતિ દ્વારા પ્રસ્થાન કરાવ્યા બાદ અહીંથી જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, જવાહર રોડ, જયુબેલી ચોક, આર.ડી.સી. બેન્ક રોડ, ચોધરી હાઇસ્કુલ ચોક, બહુમાળી ભવન થઇ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં બપોરે સમાપન થયુ હતુ. જયાં બહેનો માટે રાસ ગરબા અને બાદમાં સૌકોઇ માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ચારણીયા સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા. ડી.જે.ના સુર તાલે આધ્યશક્તિ જગદંબાની ગરબાવલીઓએ માર્ગો ગજાવી દીધા હતા. રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત રાજસ્થાન-મહારાષ્ટ્રથી ચારણીયા સમાજના લોકો પૂ. નાગબાઇ માતાજીના બીજ મહોત્સવમાં ઉમટી પડયા હતા. તસ્વીરમાં નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા તેમજ રથ અને રાસ ગરબા રમતી બહેનો નજરે પડે છે. (તસ્વી રઃ સંદીપ બગથરીયા)
(2:36 PM IST)










