તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
રાજકોટ જીલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટયોઃ ૧૭ પકડાયા
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મુન્નાભાઇ એમબીબીએસ સામે જીલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજી અને સ્થાનીક પોલીસના દરોડા શાપર-વેરાવળમાં ર, કોટડાસાંગાણીના રાજપરા ગામે ૧, જસદણના આંબરડી, કાળાસર અને લીલાપુર ગામે ૧, ખીરસરા જીઆઇડીસીમાં ૧, પડધરીમાં ૧, ગોંડલના ડૈયા ગામે ૧, જેતપુર પંથકમાં ૫, સોળવદર ગામે ૧, પાટણવાવના કલાણા તથા ભાડેર ગામે બોગસ ડોકટરો ઝડપાયા પકડાયેલ ૧૭ બોગસ ડોકટરોમાં ૩ ડોકટરો ૧૦ પાસ, ૩ ડોકટરો ગ્રજયુએટ અને ૧૧ ડોકટરો ૧ર પાસ છે : અગાઉ મેડીકલ સ્ટોર અને ખાનગી હોસ્પીટલમા કામ કર્યા બાદ પોતાની કલીનીકો ચાલુ કરી દીધી'તી !

તસ્વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા નજરે પડે છે. બાજુમાં એસઓજીના પીઆઇ એફ.એમ.પારગી, પીઆઇ જે.પી.ગોસાઇ, પીએસઆઇ પી.બી.મિશ્રા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં પકડાયેલ ૧૭ બોગસ ડોકટરો દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ર૩ : રાજકોટ જિલ્લા પોલીસે ડીગ્રી વગર કલીનીક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો પર તવાઇ બોલાવી અલગ અલગ સ્થળોએ એસઓજી અને સ્થાનીક પોલીસ દરોડા પાડી એક જ દિવસમાં ૧૭ જેટલા બોગસ તબીબોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા જણાવ્યું હતું કે, મેડીકલની ડીગ્રી વગર પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબોને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઇવ રાખવા ડીજીપીએ આપેલ સુચના અન્વયે રેન્જ આઇજી નિર્લીપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લામાં રૂરલ એસઓજીના સ્થાનીક પોલીસે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ૧૭ બોગસ ડોકટરોને ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં એસઓજીએ શાપરમાં દુકાન ભાડે રાખી સુમન કલીનીક નામે દવાખાનું ખોલી એલોપેથીક ડોકટર ન હોવા છતાં દર્દીને એલોપેથીક તબીબ તરીકે પ્રેકટીશ કરતાં ધો.૧૧ પાસ, મુળુદાસ નરશીભાઇ નિમાવત (ઉ.૭૯ રહે. અક્ષરધામ સોસાયટી, વેરાવળ) ને પકડી દવાઓ સહિત રૂા. ૧૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં શાપરમાં પોતાની દુકાનમાં ડીગ્રી વગર શ્રાવણી હેલ્થકેર કલીનીક ચલાવતાં અને ધો.૧ર પાસ, અમર ગોકુલચંદ દાસ (ઉ.પર રહે. મુકિતધામ સોસાયટી, શાપર) ને એસઓજીએ દવા સહિત રૂા. રપ હજારનાં મુદામાલ સાથે પકડી લીધો હતો.
ત્રીજા દરોડામાં કોટડાસાંગાણીના રાજપરા ગામના બસ સ્ટેન્ડ પાસે ડીગ્રી ન હોવા છતાં મહાદેવ કલીનીક ચલાવતાં અને ધો.૧૧ પાસ, ભાવેશ રમેશભાઇ કોઠીયા (ઉ.વ.૪પ રહે. રાજપરા)ને કોટડા સાંગાણી પોલીસે રૂા. ર હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો.
ચોથા દરોડામાં એસઓજીએ જસદણના કાળાસર ગામે મકાનમાં ડીગ્રી ન હોવા છતાં કલીનીક ચલાવતા અને ગ્રેજયુએટ સુધી ભણેલા,સંતોષ શંકરામ (ઉ.વ.પ૦ રહે. કાળાસર મુળ બિહાર) ને ૧પ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો.
પાંચમાં દરોડામાં જસદણ પોલીસે આંબરડી ગામે ડીગ્રી વગર તુલશી કલીનીક ચલાવતાં અને ધો.૧ર પાસ, ચંદુ વાલજીભાઇ સોલંકી (ઉ.ર૭ રહે. આંકડીયા ગામ, તા. વિંછીયા)ને રૂા. ૧૩૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
છઠ્ઠા દરોડામાં જસદણ પોલીસે લીલાપુર ગામે ડીગ્રી વગર દેશાણી કલીનીક ચલાવતા અને ધો.૧૦ પાસ, અરવિંદ પ્રભુદાસભાઇ દેસાણી (ઉ.પપ રહે. લીલાપુર) ને રૂા. ૧ર૦૮ ના મુદાામલ સાથે પકડી લીધો હતો.
સાતમાં દરોડામાં મેટોડા જીઆઇડીસી પોલીસે ખીરસરા જીઆઇડીસી ગેઇટ નં. ૩ ની અંદર પિત્રુ આશિષ આર્કેડમાં ડીગ્રી વગર ભાડાની દુકાનમાં તુલશી કલીનીક ચલાવતાં અને ગ્રેજયુએટ સુધી ભણેલા, પ્રીયાંશુ અશ્વિનભાઇ મેંદપરા (ઉ.ર૪ રહે. રાજલક્ષ્મી સોસાયટી, મોરબી રોડ) ને ૧૭૬૩ ના મુદાામલ સાથે પકડી લીધો હતો.
આઠમા દરોડામાં પડધરી પોલીસે ગીતાનગરમાં બાપા સીતારામ ચોક પાસે ડીગ્રી વગર પ્રેકટીસ કરતા ધો.૧૧ પાસ ભણેલા, હરીપ્રસાદ નાનાલાલ જાની (ઉ.૪૬ રહે. ગીતાનગર) ને રૂા. પ૯પ૭ ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
નવમાં દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે ડૈયા ગામે ડીગ્રી વગર પ્રેકટીસ કરતા અને ગ્રેજયુએશન સુધી ભણેલા, ઇર્શાદ ફિરોઝભાઇ નકાણી (ઉ.ર૬ રહે. ડૈયા ગામ, તા. ગોંડલ) ને ૮૮૭પ ના મુદાામલ સાથે પકડી લીધો હતાં.
દસમાં દરોડામાં એસઓજીએ જેતપુરના વાવડી ગામ મેઇન બજારમાં ભાડાના મકાનમાં ડીગ્રી વગર કલીનીક ચલાવતાં ધો.૧૦ પાસ, જનક નટુભાઇ વણપરીયા (ઉ.૪ર રહે. અમરનગર રોડ, જેતપુર) ને ૧૦૯૧૩ ના મુદામાલ સાથે પકડી લીધો હતાં.
અગીયારમાં દરોડામાં જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ગામમે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા ધો.૧ર પાસ, રફિક હુસેનભાઇ ગરાણા (ઉ.૩૬ રહે. હુસેની ચોક, બોખલા દરવાજા, જેતપુર) ને રૂા. ૪૪૮૮ ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
બારમાં દરોડામાં જેતપુર સીટી પોલીસે કણકીયા પ્લોટમાં ડીગ્રી વગર કલીનીક ચલાવતાં અને ધો.૧ર પાસ, મનીષ ઉર્ફે નથની જગદીશભાઇ પાસવાન (ઉ.૪ર રહે. પાંચપીપળા રોડ, જેતપુર) ને ૧૩ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો.
તેરમાં દરોડામાં જેતપુર સીટી પોલીસે અમરનગર રોડ પર નવરંગ બંગલોની સામે દુકાનમાં ડીગ્રી વગર વૈદ્ય કલીનીક ચલાવતા અને ધો.૧ર પાસ, ધ્રુવ નરેન્દ્રભાઇ ઠાકોર (ઉ.૪પ રહે. વેકરીયાનગર, જેતપુર)ને ૪૪ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો.
૧૪ માં દરોડામાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે ધોરાજી રોડ પર જલારામનગર-૩ માં ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતાં ધો.૧૦ પાસ, હાજીબસીર હાજી હબીબભાઇ નેવીવાલ (ઉ.ર૬ રહે. ખોડપરા, જેતપુર) ને ૭૯૩પ ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
૧પ માં દરોડામાં જામકંડોરણા પોલીસે સોડવદર ગામે ડીગ્રી વગર મકાનમાં રામાણી કલીનીક ચલાવતા અને ધો.૧ર પાસ, હીરેન ચંદુભાઇ રામાણી (રહે. મોજીરા, તા. ઉપલેટા) ને ૩૦ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો.
૧૬માં દરોડામાં એસઓજીએ ધોરાજીના કલાણા ગામે ડીગ્રી વગર કલીનીક ચલાવતાં અને ધો.૧ર પાસ, અલ્પેશ મનસુખભાઇ સોલંકી (ઉ.૪૪ રહે. કલાણા ગામ, તા. ધોરાજી) ને રૂા. ૭૮,૩૭ર ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
જયારે ૧૭ માં દરોડામાં પાટણવાવ પોલીસે ભાડેર ગામે દુકાનમાં ડીગ્રી વગર શિવ કલીનીક ચલાવતાં અને ધોર્.૧ર પાસ સાવન હરસુખભાઇ દોમડીયા (ઉ.૩૦ રહે. વડાલ, તા. જુનાગઢ)ને રૂા. ૪૪ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ ૧૭ ડોકટરો પૈકી ૩ ડોકટર ૧૦ પાસ, ૩ ડોકટર ગ્રેજયુએટ અને ૧૧ ડોકટર ૧૧ થી ૧ર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. મોટાભાગના બોગસ ડોકટરો અગાઉ મેડીકલ સ્ટોર અને ખાનગી હોસ્પીટલમાં આસીસ્ટન્ટ તરીકે નોકરી કર્યા બાદ પોતાની અલગ કલીનીકો ચાલુ કરી દીધી હતી. પકડાયેલ તમામ સામે મેડીકલ પ્રેકટીસની ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરાઇ છે.
(3:03 PM IST)










