News of Sunday, 2nd August 2026
રાજકોટના કાળીપાટ પાસે ભીષણ અકસ્માત, ટ્રક સાથે ટક્કર થતા યુવાનનું કરૂણ મોત
લાપસરી-વડાળી ચોકડી નજીક પૂરઝડપે દોડતી સ્વિફ્ટ કાર ટ્રક નીચે ઘૂસી જતાં ૨૭ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે દર્દનાક મોત નીપજ્યું.

રાજકોટ : રાજકોટ શહેરના ન્યૂ ગોંડલ રિંગ રોડ-૨ પર કાળીપાટ ગામ પાસે લાપસરી-વડાળી ચોકડી વચ્ચે ગત સાંજે પોણા છ વાગ્યાની આસપાસ એક માર્ચ સ્વિફ્ટ કાર (GJ-03-ML-5194) અને અશોક લેલેન્ડ ટ્રક (GJ-03-BW-6129) વચ્ચે સામસામે થયેલી અત્યંત ભયાનક ટક્કરમાં કાર ચલાવી રહેલા ૨૭ વર્ષીય જયદીપભાઈ ભરતભાઈ વેકરીયાનું કરૂણ મૃત્યુ થયું છે.
અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ ટ્રક નીચે ઘૂસી જતાં કારના પતરાની અંદર જયદીપભાઈ ખરાબ રીતે ફસાઈ ગયા હતા, જેથી સ્થાનિકોની જાણ બાદ બેડીપરા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આધુનિક હાઈડ્રોલિક સ્પ્રેડર અને મશીનરીનો ઉપયોગ કરીને આશરે એક કલાકની ભારે જહેમત બાદ કાટમાળ કાપીને તેમને બહાર કઢાયા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનો પ્રાણપંખેરૂ ઉડી ગયો હતો.
આ બનાવની જાણ થતા જ આજી ડેમ પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની સાથે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે, જેનાથી માત્ર ૨૭ વર્ષીય યુવાનના અચાનક અવસાનને કારણે વેકરીયા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
રાજકોટ અને આસપાસના રિંગ રોડ વિસ્તારોમાં અવારનવાર બનતી માર્ગ અકસ્માતની આ ઘટનાઓને અંકુશમાં લેવા માટે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને ઓવરસ્પીડ વાહનો સામે પોલીસ દ્વારા આગામી સમયમાં વધુ સઘન ચેકિંગ તથા દંડાત્મક પગલાં લેવામાં આવશે.
(3:08 PM IST)










