News of Monday, 12th October 2026
દૂધ સાગર રોડનો તોકીર દેશી પિસ્તોલ, કાર્ટીસ સાથે ઝડપાયો
આજીડેમ ચોકડી માન સરોવર સોસાયટી પાછળના ડેલામાં દરોડો : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની ટીમની કામગીરીઃ એએસઆઇ મહેશભાઇ સોલંકી, હેડકોન્સ. સંજયભાઇ અલગોતર, કોન્સ. નિકુંજભાઈ મારવીયાની બાતમી : હત્યાનો ભોગ બનનાર કાકાનું હથીયાર હોવાનું રટણઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૧૨: શહરેમાં વધુ એક વખત ગેરકાયદે હથીયાર સાથે એક શખ્સ પકડાઇ ગયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે દૂધની ડેરી વિસ્તારમાં રહેતાં શખ્સને આજીડેમ ચોકડી માન સરોવર સોસાયટીની પાછળ ખુલ્લા વંડામાંથી દેશી બનાવટની ૨૦હ જારની સિંગલ બોરની પિસ્તોલ અને રૂા. ૨૦૦ના બે જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે. આ યુવાને એવુ રટણ કર્યુ હતું કે અગાઉ પોતાના કાકાની હત્યા થઇ ગઇ છે અને આ હથિયાર તેમનું હતું. સાચી હકિકત જાણવા પોલીસે રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ મુજબ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ પાસે ગેરાયદે હથીયારો કોઇ પાસે હોય તો શોધી કાઢવા સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમે પટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહેશભાઇ સોલંકી, હેડકોન્સ. સંજયભાઇ અલગોતર અને કોનસ. નિકુંજભાઇ મારવીયાને મળેલી બાતમી પરથી માન સરોવર સોસાયટી પાછળ ડેલામાં દરોડો પાડી તોકીર ઇરફાનભાઇ ચાવડા (ઉ.વ.૨૩, ધંધો-પ્રાઇવેટ નોકરી, રહે. દૂધસાગર રોડ, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં. ૨, પંચાયત હોલ સામે)ને સકંજામાં લીધો હતો.
તેની તલાશી લેતાં તેની પાસેથી પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળતાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછતાછમાં તેણે આ હથીયાર પોતાના કાકાનું હોવાનું અને તેમની હત્યા થઇ ગયાનું રટણ કર્યુ હોઇ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈત્યન માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી.બી. બસિયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તથા એએસઆઇ મહેશભાઇ સોલંકી, ધનશ્યામભાઇ મેણીયા, હેડકોન્સ. સંજયભાઇ અલગોતર, કોન્સ. ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઇ મારવીયા, મેહુલસિંહ ચુડાસમા, રધુવીરસિંહ જાડેજાની ટીમે કરી હતી.
(3:44 PM IST)










