<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ ૨૧ વર્ષના યુવાનને ૪૪ વર્ષની પરિણીતા સાથે પ્રેમ થયોઃ પ્રેમિકા અને તેણીના પતિ સાથે જ રહેતો હતોઃ પરિણીતા વધુ એક નવા પ્રેમી સાથે પકડાતાં થઇ મારામારી!

આવી જ બીજી ઘટનામાં પત્‍નિ, પ્રેમિકા સાથે રહેતાં યુવાને પ્રેમિકાને રાતે બીજા પ્રેમી સાથે પકડી લેતાં ધોલધપાટ કરી!

રાજકોટ તા.૨૬: રંગીલા શહેર રાજકોટમાં એક અજબ ગજબની પ્રેમકહાની અને તેમાં પાછુ ઢીસુમ ઢીસુમ થયાની બે ઘટના સામે આવી છે. એક બનાવમાં જુના  એરપોર્ટ વિસ્‍તારમાં ૨૧ વર્ષના પ્રેમીએ પોતે જેની સાથે લિવ ઇનથી રહે છે તે ૪૪ વર્ષની પરિણીત પ્રેમિકાને તેના કોઇ નવા જ પ્રેમી સાથે ઘરમાં રંગેહાથ પકડી લેતાં તેણીની ધોલધપાટ કરી હતી. વળી એ પોતે જ તેને સારવાર માટે લાવ્‍યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રેમી પોતાની પ્રેમિકા અને તેણીના પતિની સાથે જ તેના ઘરમાં રહે છે!

જાણવા મળ્‍યા મુજબ એરપોર્ટ વિસ્‍તારના મારૂતિનગર તરફ રેહતી ૪૪ વર્ષની એક પરિણીતા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. તેણીને તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતાં ૨૧ વર્ષના પ્રેમીએ ઢીકાપાટા માર્યાનું જણાવાતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. તેણીને હોસ્‍પિટલે તેનો પ્રેમી જ લાવ્‍યો હતો, સાથે પતિ પણ દેખરેખમાં હાજર હતો!

અજય પ્રેમની આ ગજબ કહાની અંગે પ્રેમીએ કહ્યું હતું કે-મારે આગળ પાછળ કોઇ નથી, હું જ્‍યાં નોકરી કરી છુ એ દુકાન સામે જ આ પરિણીતા અને તેનો પતિ રહે છે. તેને સંતાન નથી. મારે પરિણીતા સાથે પરિચય થયા બાદ પ્રેમ થઇ જતાં અમે બંને લિવ ઇનમાં કેટલાક મહિનાથી રહીએ છીએ. આ સામે તેણીના પતિને વાંધો ન હોઇ પતિ પણ ભેગા જ રહે છે. રવિવારે બપોરે હું દુકાનેથી કામ માટે અચાનક ઘરે પહોંચ્‍યો ત્‍યારે બહાર તાળુ હતું. પણ અંદર કોઇ હોવાની શંકા ઉપજતાં હું અગાસી પરથી થઇને ઘરમાં ઘુસતાં ૪૪ વર્ર્ષિય પ્રેમિકા તેના કોઇ નવા જ પ્રેમી સાથે પકડાઇ ગઇ હતી. આથી મેં તેણીને અને તેના પ્રેમીને એમ બંનેને ધોલધપાટ કરી લીધી હતી. આ બનાવે વિસ્‍તારમાં પણ ચર્ચા જગાવી છે.

બીજી આવી એક ઘટના  મોરબીના રંગપરમાં બની હતી. મુળ ઝારખંડની યુવતિને રાતે બે વાગ્‍યે પતિ કમ પ્રેમીએ બેફામ ધોલધપાટ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. અહિ તેને મારકુટ કરનાર પ્રેમી પણ તેની પત્‍નિ સાથે હાજર હતો. આ પ્રેમીએ કહ્યું હતું કે મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પત્‍નિની કુટુંબી બહેન સાથે પ્રેમ થઇ જતાં તેને પણ મેં મારી સાથે પત્‍નિ તરીકે રાખી છે. હું રાતે નાઇટ ડયુટીમાં હતો. બે વખતે મારી પત્‍નિનો ફોન આવ્‍યો ત્‍યારે મને ખબર પડી હતી કે મારી બીજી પત્‍નિ (પ્રેમિકા) ઘરમાં નથી. આથી હું તેની શોધખોળ કરવા નીકળતાં નજીકમાં જાળીમાંથી તેણી તેના પ્રેમી સાથે નગ્ન જેવી હાલતમાં મળી આવતાં તેને ઘરે લાવી ધોલધપાટ કરી હતી. તેમ વધુમાં પ્રેમીએ જણાવ્‍યું હતું. આ ઘટનાની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને કરી હતી.

(3:20 PM IST)