તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd November 2026
અંબિકા ટાઉનશીપના કારખાનેદાર યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ
૪૦ વર્ષિય નિકુંજભાઇ હીંગરાજીયાએ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૩: નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અંબીકા ટાઉનશીપમાં રહેતાં કારખાનેદાર યુવાનનું બેભાન થઇ ગયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
અંબિકા ટાઉનશીપમાં રહેતાં નિકુંજભાઇ જેન્તીભાઇ હીંગરાજીયા-પટેલ (ઉ.વ.૪૦)ને ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવારમાં દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીન સ્ટાફે તાલુકા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર નિકુંજભાઇ ટુવ્હીલરની એસેસરીઝનું કારખાનુ ચલાવતાં હતાં. તે બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો છે. કિડનીની તકલીફ હોવાનું સ્વજને જણાવ્યું હતું. પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:46 PM IST)










