તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 23rd July 2026
મેટોડાના ચીભડા પાસે રાતે અકસ્માતમાં યુવાનનું મોત
ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા બાદ રાજકોટમાં મૃત્યુઃ સારવારમાં હતો ત્યારે દિનેશભાઇ નામ જણાવ્યું હતું

રાજકોટ તા. ૨૩: મેટોડા નજીક ચીભડા ગામ પાસે અકસ્માતમાં ઇજા થતાં એક યુવાનનું મોત થયું છે. જાણવા મળ્યા મુજબ રાતે સાડા દસેક વાગ્યે ચીભડા ગામ નજીક એક યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં અર્ધબેભાન જેવો પડયો હોઇ કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના મારફત તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અહિ તે થોડો ભાનમાં હોઇ પોતાનું નામ દિનેશભાઇ સુરેશભાઇ (ઉ.વ.૩૦) જણાવી શક્યો હતો. જો કે બાદમાં સારવારમાં તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં મેટોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:44 AM IST)










