તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
મેટોડામાં રાકેશ બારૈયા નામના યુવાનને ગાંધીનગર આરોગ્ય વિભાગના નામે ફોન કરી પ્રસુતિ સહાયના નામે છેતરી લીધો
ગઠીયાઓએ વ્હોટ્સએપમાં ફોર્મ મોકલી વેરીફેકેશનના નામે ક્યુઆર કોડથી રૂપિયા ૭૨૮૭૬ ઉસેડી લીધાઃ પીઆઇ એમ. જે. પરમારે તપાસ હાથ ધરી

રાજકોટઃ મેટોડા જીઆઇડીસી ગેઇટ-૧માં જી.એન એલટેક પ્રા.લિ. કંપનીમાં રહેતાં અને નોકરી કરતાં મુળ ભાવનગર કુંભારવાડાના રાકેશ રમેશભાઇ બારૈયા (ઉ.વ.૨૫) નામના યુવાન સાથે સાયબર ફ્રોડ થયું છે. ગઠીયાઓએ તેને ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી બોલતા હોવાો ફોન કરી પ્રસુતિ સહાયતના નાણા બાબતે વાત કરી વ્હોટ્સએપ પર ફોર્મ મોકલી વેરીફેકશનના નામે ગૂગલ પે, ક્યુઆર કોડ મારફત તેર ટ્રાન્જેકશન કરરી રૂા. ૭૨૮૭૬ ઉપાડી લીધા હતાં. આ મામલે મેટોડા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતાં પીઆઇ એમ. જે. પરમારે તપાસ હાથ ધરી છે. છેતરાયેલા યુવાન રાકેશ બારૈયાના પત્નિ હાલ સગર્ભા હોઇ તેણે વડવાજડી આંગણવાડી ખાતે જઇ સહાય માટેનું ફોર્મ ભર્યુ હતું. જે પ્રક્રિયા ઓનલાઇન થઇ હતી. બાદમાં ગઠીયાઓએ કોઇપણ રીતે આ માહિતી મેળવી લઇ ગાંધીનગર આરોગ્ય વિભાગના નામે ફોન કરી હિન્દી ભાષામાં વાત કરી હતી અને સહાયના નામે ઠગાઇ કરી લીધી હતી. કુલ તેર ટ્રાન્જેકશન કરીને તેના ખાતામાંથી આ નાણા ઉપાડી લેવાયા હતાં.
(3:01 PM IST)










