<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રાજકોટમાં આઇસ્‍ક્રીમની દુકાનમાં કામ કરતો યુવક બન્‍યો કોર્પોરેટર

વોર્ડ નં. ૩ના ભાજપના અજય મજેઠીયાની જીતનો પ્રેરણાદાયી કિસ્‍સો : માત્ર ર૭ વર્ષીય અજય સામાન્‍ય પરિવારમાંથી આવે છેઃ ચૂંટાયા બાદ તુરંત જનહિતકામો શરૂ કર્યા માત્ર ર૭ વર્ષીય અજય સામાન્‍ય પરિવારમાંથી આવે છેઃ ચૂંટાયા બાદ તુરંત જનહિતકામો શરૂ કર્યા

રાજકોટ, તા. ૧: શહેરમાં પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. વોર્ડ નંબર ૩ માં ભાજપના ઉમેદવાર અજય મજેઠીયા, જે પહેલા આઈસ્‍ક્રીમની દુકાનમાં કામ કરતા હતા, તેઓ ૨૭ વર્ષની ઉંમરે કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્‍યા છે. સામાન્‍ય પરિવારમાંથી આવતાં અજય મજેઠીયાએ મહેનત અને લોકસમર્થનના આધારે આ સફળતા મેળવી છે.

કોર્પોરેટર બનતાની સાથે જ તેમણે લોકોના પ્રશ્નો પર કામ શરૂ કરી દીધું છે. પોતાના ઘર નજીક વોકળા કાંઠે લાંબા સમયથી જમા થયેલી ગંદકી દૂર કરાવી અને પોપટપરા વિસ્‍તારમાં આવેલા વોકળાની સફાઈ કરાવી છે. તેમના આ ઝડપી પગલાંને કારણે સ્‍થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સ્‍થાનિક રહેવાસીઓનું કહેવું છે કે નવા કોર્પોરેટરે કામની શરૂઆત જ જનહિતના કામોથી કરી છે, જે વિસ્‍તારના વિકાસ માટે સકારાત્‍મક સંકેત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અજય મજેઠીયાને ૧૦,પ૦૦ જેટલા મતની લીડથી જીત મેળવી હતી.

(3:24 PM IST)