<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

વોર્ડ નં.૨માં ‘આપ'નો શંખનાદઃ ત્રણેય ઉમેદવારોનો પ્રચાર

સેનેટાઈઝરમેન ચિંતન દવે, ગૌસેવક હંસાબેન ધમ્‍મર અને મહિલા અગ્રણી હેતલબેન મકવાણાની પેનલ મેદાનમાં: સેવા અને શિક્ષણના મુદ્દે જનસમર્થન મેળવવા કવાયત

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર ૨ માં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્‍યો છે. આમ આદમી પાર્ટીએ આ વોર્ડમાં ચિંતનભાઈ ભરતભાઈ દવે, હંસાબેન ધમ્‍મર અને હેતલબેન મકવાણાની પેનલને મેદાનમાં ઉતારી છે.

વોર્ડ નંબર ૨ ના ઉમેદવાર ચિંતનભાઈ દવેએ રાજકોટના ૨૭૦થી વધુ ધર્મસ્‍થાનો, આંગણવાડીઓ, વૃદ્ધાશ્રમો અને સિવિલ હોસ્‍પિટલના ઈમરજન્‍સી વોર્ડમાં સ્‍વખર્ચે સેનિટાઈઝેશન કામગીરી કરી હતી. તેમની આ સેવા બદલ તેઓ 'સેનિટાઈઝર મેન' તરીકે લોકપ્રિય થયા છે અને ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત 'ગૌરવ એવોર્ડ' થી પણ સન્‍માનિત થયેલા છે.

તેઓ એલએલએમ અને બસીએનો અભ્‍યાસ કર્યો છે. કાયદાના જાણકાર છે. આ ઉપરાંત, તેઓ નેશનલ લેવલના કાર રેસર રહી ચૂક્‍યા છે.

આ પેનલમાં તેમની સાથે ગૌસેવા માટે જાણીતા એવા હંસાબેન ધમ્‍મર અને મહિલાઓના પ્રશ્નોને વાચા આપનાર મહિલા સેવક હેતલબેન મકવાણા જોડાયા છે. આમ આદમી પાર્ટીની આ પેનલ શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને પાયાની સુવિધાઓના સંકલ્‍પ સાથે મતદારો વચ્‍ચે પહોંચી રહી છે.  વોર્ડ ઈન્‍ચાર્જ તરીકે પદ્‌મનીબા વાળા સેવા આપી રહ્યા છે.

તસ્‍વીમાં અકિલાના મોભી શ્રી કિરટભાઈ ગણાત્રા સાથે ‘આપ'ના ઉમેદવારો નજરે પડે  છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:55 PM IST)