તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 10th July 2026
આ.ભ. પૂ.ભાવચંદ્રજી સ્વામી તથા પૂ.મહાસતિજીઓની એડવોકેટ કમલેશભાઈ શાહ તથા જીગ્નેશભાઈ શાહના નિવાસે પધરામણી
અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ

રાજકોટઃ અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામી તથા પૂ.મહાસતિજીઓ એડવોકેટ કમલેશભાઈ શાહ તથા એડવોકેટ જીગ્નેશભાઈ શાહ પરિવારના આંગણે પધારતા શાહ પરિવાર ભાવ વિભોર બન્યા હતા.
આજે સવારે સકલ સંઘ ધર્માનુરાગી માતુશ્રી ચંદ્રાબેન નટવરલાલ શાહના રાજકોટના ચંદ્રદીપ નિવાસ સ્થાને પધારેલ. તપસ્વી રત્ના જાગળતિબેન કમલેશભાઈ શાહ તથા શાસનપ્રેમી સુનિતાબેન જીગ્નેશભાઈ શાહ પરિવારે ભક્તિ ભાવે પૂ.ગુરુ ભગવંતો એવમ્ પૂ.મહાસતિજીઓને અંતરના અહોભાવથી આવકારેલ.
શાહ પરિવારના નિવાસ સ્થાને પૂ.આચાર્ય ભગવંતે તથા પૂજ્ય મહાસતિજીઓએ કમલેશભાઈ શાહની વિવિધ ક્ષેત્રે સેવાની નોંધ લઈ સાધુવાદ પાઠવતા કહ્યું કે દરેક પૂ.સાધુ - સાધ્વીજીઓ પ્રત્યે જાગળતિબેન કમલેશભાઈ તથા સુનિતાબેન જીગ્નેશભાઈ સહિત સમગ્ર શાહ પરિવારને ખૂબ જ અહોભાવ છે.આચાર્ય ભગવંતને એ વાત જાણીને અતિ આનંદ થયો કે ગોંડલ સંપ્રદાયના ગુરુણી મૈયા પૂ.નર્મદાબાઈ - પૂ.વનિતાબાઈ મહાસતિજીઓએ નિત્ય સામાયિક કરવાનો સંકલ્પ કરાવેલ તે અતિ વ્યસ્તા વચ્ચે પણ કમલેશભાઈએ જાળવી રાખેલ છે.
અંતમાં ,આચાર્ય ભગવંતે જણાવેલ કે મળેલ શક્તિ, સંપત્તિનો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવામાં સદ્દપયોગ કરજો. પૂ.ઓજસબાઈ મહાસતિજીએ પણ શાહ પરિવારની ધર્મ ભાવનાને બીરદાવેલ. આ શુભ અવસરે રાજકોટના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.
(3:30 PM IST)










