તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ગાંધીગ્રામમાં હત્યા કરનારા અબ્દુલગની ડાંગશીયા અને રીયાઝ શેખે જાહેરમાં હાથ જોડી માફી માંગી
પીઆઇ એચ.પી. ગઢવી, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ અને ટીમે ઘટનાસ્થળે લઇ જઇ રીકન્ટ્રક્શન પંચનામુ કર્યુઃ મનિષભાઈ પરમારની હત્યાના ગુનામાં કાલે રીમાન્ડ પુરા થયે કોર્ટહવાલે થશે

રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ એસકે ચોક મઢુલી પાન પાસે ગાંધીગ્રામ શેરી નં. ૧૦/૧૨ના ખુણે મોમાઈ કળપામાં રહેતાં અને ડ્રાઇવીંગ તેમજે ટીફીન સર્વિસનું કામ કરતાં ૩૨ વર્ષના મનિષભાઈ નરેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૩૨) નામના યુવાન સાથે સામુ જોઈ ગાળાગાળી કરવા મામલે છરીથી હુમલો કરી હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ગુનામાં (ઉ.વ.૨૦-રહે. શિવપરા-૧, હનુમાન મઢી પાછળ)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હોઈ તપાસના ભાગ રૂપે રીકન્ટ્રક્શન પંચનામું કરાવવા બંનેને ગાંધીગ્રામ પોલીસની પકડાયેલા બે આરોપીઓ અબ્દુલગની જાહીદભાઈ ડાંગશીયા (ઉ.વ.૨૨-રહે. મા કી દુઆ, ગાયત્રી ડેરીની બાજુમાં, એસકે ચોક, ગાંધીગ્રામ) અને રીયાઝ મહેબુબભાઈ શેખ ટીમે ઘટના સ્થળે એસકે ચોકમાં લઈ જઈ કાર્યવાહી કરી હતી. ઘટના સ્થળે આ બંનેએ હાથ જોડીને માફી માંગી હતી અને ભુલ ક ને ભુલ થઈ ગયાનું કહ્યું હતું. કાર્યવાહી નિહાળવા લોકોના સ.યો. ગોહિલ, એએસઆઈ ચંતનસિંહ ટોળા એકઠા થઈ ગયા હતાં. ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી રાધિકા ભારાઈની સુચના અંતર્ગત પીઆઈ એચ.પી.ગઢવી, પીએસઆઈ એસ.વી. ગોહિલ,હેડકોન્સ. રાઇટર હંસરાજભાઈ ઝાપડીયા, હેડકોન્સ. ભગીરથસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, કોસ. વિપુલભાઈ ગઢવી, સતિષભાઈ લાવડીયા, જયદેવસિંહ પરમાર, -શાંતભાઈ ગજેરા, ગજેરા, ચંદ્રદિપસિંહ જાડેજા, કૌશિકભાઈ ડાંગર સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી. આવતી કાલે રિમાન્ડ પુરા થયા બાદ બંનેને કોર્ટ હવાલે કરવામાં આવશે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા
(3:55 PM IST)










