<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સજાના વોરન્‍ટમાં ફરાર શખ્‍સો જયદેવ અને યશરાજ પકડાયા

માલવીયાનગર પોલીસ તથા એલસીબી ઝોન-૨ ટીમ દ્વારા કાર્યવાહીઃ યશરાજ ત્રણ વર્ષથી ફકરાર હતો

રાજકોટ તા. ૩૦: સજાના વોરન્‍ટમાં ચાર મહિનાથી ફરાર જયદેવ બટુકભાઇ વાઘેલા (ઉ.વ.૨૫-રહે. આંબેડકરનગર-૧૫, ગોંડલ રોડ, આસ્‍થા રેસીડેન્‍સી પાસે)ને માલવીયાનગર પોલીસે પકડી લીધો હતો.

આ શખ્‍સ વિરૂધ્‍ધ ફોજદારી કેસમાં સજાનું વોરન્‍ટ નીકળતાં તે ચાર મહિનાથી ફરાર થઇ ગયો હતો. એએસઆઇ કેતનભાઇ શેખલીયા, કોન્‍સ. જયદિપસિંહ ભટ્ટીની બાતમી પરથી તને પકડી લેવાયો હતો. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ, હેડકોન્‍સ. અજયભાઇ વીકમા, પૃથ્‍વીરાજસિંહ ચુડાસમા, કૃણાલસિંહ ઝાલા, ભાવેશભાઇ ગઢવી, મનિષભાઇ સોઢીયા, અમરદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

તેમજ ત્રણ વર્ષ પહેલા ધી નેગોશીએબલ એક્‍ટના ગુનામાં યશરાજ અનકરાય બોઘરા (રહે. ગાંધીગ્રામ શેરી નં. પ-બી)ને સજા પડી હોઇ તે ત્રણ વર્ષથી ફરાર હતો. તેમજ કોર્ટના અન્‍ય બે પક્કડ વોરન્‍ટ પણ નીકળ્‍યા હતાં. આ શખ્‍સને એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, સત્‍યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, કોન્‍સ. શિવભદ્રસિંહ ગોહિલ, કુલદિપસિંહ રાણાએ પકડી લીધો હતો.

(2:26 PM IST)