હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્મોના પાર્સલને સ્વીકારો, દ્વેષની ગાંઠ ખોલોઃ પૂ.નમ્રમુનિ મ.સા.
પર્યુષણ મહાપર્વના ત્રીજા દિવસે રાષ્ટ્રસંત પૂ.પરમ ગુરૂદેવના સાંનિધ્યે એક્સેપ્ટન્સ સ્વીકળતિ ભાવનો સંદેશ આપ્યો

રાજકોટ, તા.૧૦: પર્યુષણ મહાપર્વના ત્રીજે દિવસે એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકળતિ, સ્વીકાર ભાવનાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રસંત શ્રી પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે સમજાવ્યું કે જીવનમાં મળતી દરેક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ અને સંજોગ આપણા કર્મોનું જ પાર્સલ છે. તેને બદલવાનો પ્રયાસ કરવાને બદલે જે છે, જેવું છે અને જેમ છે તેમ સ્વીકારવાની ભાવના કેળવવી જોઈએ. એક્સેપ્ટન્સ આવે ત્યારે કર્મફળ ભોગવવાનો સહજભાવ અને જીવનમાં સમભાવ આવે છે.
કર્મોના સિદ્ધાંતને સમજાવતા ગુરુદેવે જણાવ્યું કે કર્મોના હાથમાં રિમોટ છે અને તમારું જીવન તેનું રિઝલ્ટ છે. તેથી કર્મફળ સામે -તિકાર નહીં, પરંતુ સ્વીકળતિ રાખવાથી રાગ-દ્વેષ ઓગળે છે. નેમ-રાજુલ તથા રાજા પરદેશી અને રાણી સૂર્યકાંતાના પ્રસંગો દ્વારા પરમ ગુરુદેવે પરસ્પર સંબંધો, રાગ-દ્વેષ, દયા-કરુણા અને વૈરાગ્યની ભાવનાને એકદમ સહજતાથી સમજાવી. તેમણે બોધ આપ્યો કે કર્મફળને સહજતાથી સ્વીકારવું એ આત્મિક વિકાસની દિશામાં મહત્વનું પગથિયું છે.
સ્વીકળતિનું સુંદર ઉદાહરણ આપતાં પરમ ગુરુદેવે સમજાવ્યું, એક સંત પર ગુસ્સામાં ફેંકવામાં આવેલા ગંદા કપડાને તેમણે ધોઈને તેના દોરામાંથી દીવાની વાટ બનાવી ભગવાનનો દીપક પ્રગટાવવાની વાત કહી. સંદેશ એ હતો કે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય, પરંતુ તેનો સ્વીકાર અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે.
દ્વેષની ગાંઠ ખોલવાનો સંદેશ આપતાં ગુરુદેવે સમજાવ્યું કે કર્મોથી મળેલું પાર્સલ કદાચ આપણે બદલી ન શકીએ, પરંતુ તેને સ્વીકારી લઈએ તો દ્વેષની ગાંઠ બંધાતી નથી, રાગ-દ્વેષ ઓગળે છે અને સ્વભાવમાં સમભાવ આવે છે.
આ પ્રસંગે ભગવાન નેમીનાથનો મહાનાદ કરીને અબોલ જીવો પ્રત્યે કરુણા વ્યક્ત કરવાનો સંદેશ આપ્યો અને અબોલ જીવોની સેવા અને સારવાર કરતી અર્હમ એનિમલ કેર એમ્બ્યુલન્સ તથા ઓલ્વેઝ કેર ક્લિનિકની પણ વિસ્તળત જાણકારી આપવામાં આવી.
શનિવાર, તા.૧૨ ના સવારે ૯ કલાકે ભગવાન મહાવીરના જન્મોત્સવની ભવ્ય દિવ્ય ઉજવણીની થશે. જેમાં પ્રભુના માતા ત્રિશલાને આવેલા ૧૪ મંગળકારી મહાસ્વપનોના પ્રતીકના દર્શન સાથે અનોખી નાટય પ્રસ્તુતિ મહાવીર-પુત્ર સે પરમાત્મા રજૂ કરવામાં આવશે. પર્યુષણના સર્વ આયોજનમાં સર્વને જોડાવવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.










