<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

રેસકોર્ષ રીંગ રોડ પર સિવિલ હોસ્‍પિટલના તબિબી અધિક્ષકની કારને અકસ્‍માતઃ બંને કારમાં નુકસાની

રાજકોટઃ શહેરના રેસકોર્ષ રિંગ રોડ પર આજે સવારે પીડીયુ સિવિલ હોસ્‍પિટલના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટની કાર સામે અન્‍ય કાર અથડતાં બંને કારમાં નુકસાની થઇ હતી. મોરેમોરે દેવાઇ જતાં આ બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. સવારે વોકીંગ ઝોન માટે વન-વે હોવાથી આ અકસ્‍માત સર્જાયો હતો. તબિબી અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયા કારમાં સવાર નહોતાં. સવારે કારચાલક સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટને લેવા માટે તેમના ઘર તરફ જઇ રહ્યા હતાં ત્‍યારે આ અકસ્‍માત સર્જાયો હતો. સદ્દનસિબે કોઇને ઇજા પહોંચી નહોતી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:27 PM IST)