તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 3rd November 2026
બનાવટી પેઢી ઉભી કરી કરોડોના બોગસ જી.એસ.ટી.બીલીંગના કેસમાં પકડાયેલા આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ
આરોપીએ બોગસ દસ્તાવેજોના છેતરપીંડી કર્યાનો પુરાવો રેકર્ડ ઉપર નથીઃ અદાલત

રાજકોટઃતા.૩,ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પેઢી બનાવી જી.એસ.ટી. નંબર મેળવી સદર પેઢીમાંથી અંદાજીત રૂા.૭,૪૮,૭૬,૨૯૬/- ના ખોટા અને બનાવટી બીલો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટી ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના ગુન્હામાં પકડાયેલ આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં રાજકોટની અદાલત દ્વારા બંન્ને આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.
આ કેસની હકીક્ત એવી છે કે, સને-૨૦૨૨ માં ફરીયાદી ઉમેશ ચૌહાણને પૈસાની જરૂરીયાત હોવાનો ગેરલાભ ઉઠાવી આરોપી કૌશીક મકવાણાએ બેંક લોન કરાવી આપવાના બહાને મુખ્ય આરોપી રાહુલ બારૈયાને મેળાવી તેઓ લોન કરાવી આપશે તેમ કહી મુખ્ય ભેજાબાજ આરોપી રાહુલ બારૈયા સાથે મુલાકાત કરાવેલ અને મુખ્ય આરોપી રાહુલ બારૈયાએ ફરીયાદીને લોન કરાવી દેવાનુ જણાવી ફરીયાદી પાસેથી તેના ડોકયુમેન્ટસ મેળવેલ અને બાદમાં બન્ને આરોપીઓ દ્વારા ફરીયાદીના નામે બોગસ બેઢી બનાવી તે પેઢીના નામે GST નંબર મેળવવા માટે એક દુકાનની જરૂરીયાત હોય, આરોપીઓએ રાજકોટ ખાતે દુકાન ભાડેથી રાખેલ અને ફરીયાદી ‘‘ચૌહાણ ટ્રેડર્સ'' પેઢીના પ્રોપરાઈટર હોય તે રીતે ફરીયાદીના નામે નોટોરાઈઝડ ભાડા કરાર તૈયાર કરાવેલ જે ભાડાકરારના આધારે ‘‘ચૌહાણ ટ્રેડર્સ'' નામની બોગસ પેઢીનું રજીસ્ટ્રેશન કરાવેલ. જે પેઢીમાં વ્યવહારો કરવા આરોપી રાહુલ બારૈયાનાઓ દ્વારા મોબાઈલ કંપનીવાળાને રૂપીયાની લાલચ આપી તેની પાસેથી આધાર કાર્ડ તથા પાનકાર્ડ મેળવી તેના આધારે નવુ સીમકાર્ડ કઢાવેલ અને GSTIN વિભાગમાંથી ફરીયાદીની જાણ બહાર ‘‘ચૌહાણ ટ્રેર્ડસ'' પેઢીના નામGSTINનંબર મેળવેલ અને ફરીયાદી ‘‘ચૌહાણ ટ્રેડર્સ'' પેઢીના પ્રોપરાઈટર હોય તે રીતે બેંકમાં ખાતુ ખોલાવવા માટે આરોપી રાહુલ બારૈયાએ યશ બેંકના કર્મચારીને પોતાની ઓફીસે બોલાવી ‘‘ચૌહાણ ટ્રેડર્સ'' પેઢીનું ખાતુ ખોલાવેલ તેમાં પણ આરોપી રાહુલ બારૈયાનાઓએ બીજાના નામે કઢાવેલ મોબાઈલ નંબર સબમીટ કરાવેલ અને બેંકમાં ખાતું ખુલતા સમયે આપવામાં આવતી કીટ આરોપી રાહુલ બારૈયાએ પોતાની પાસે રાખી બન્ને આરોપીઓએ ફરીયાદીની જાણ બહાર‘‘ચૌહાણ ટ્રેડર્સ'' પેઢીના નામે કુલ રૂા. ૭,૪૮,૭૬,૨૯૬/- ના બોગસ બીલો બનાવી તે બીલનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદ થઈ ત્યાં સુધીમાં રૂા. ૧,૧૦,૪૦,૫૧૫/- ની ખોટી ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરતા આરોપીઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧ વિગેરે જેવી આજીવન જેલની સજા થઈ શકે તેવી કલમો મુજબનો ગુન્હો સને-૨૦૨૫ માં રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલ હતો અને આરોપીની ધર૫કડ કરી કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું.ઇ
બચાવ પક્ષે તમામ આક્ષેપોનું ખંડન કરી શ્રી ગોકાણી દ્વારા એવી દલીલો કરવામાં આવેલ હતી કે, કેસના મુળ ફરીયાદી સહિત પંચ, જી.એસ.ટી. અધીકારી, બેંકના કર્મચારી, નોટરી જેવા મહત્વના સાક્ષીઓ તપાસેલ હોવા છતા તેમની જુબાનીથી ચાર્જશીટના આક્ષેપો ફરીયાદ પક્ષના કેસને સમર્થન પ્રાપ્ત થતુ નથી વધુમાં જી.એસ.ટી. વિભાગની નોંધણી પ્રક્રિયા, બેંક ખાતુ ખોલવાની કાર્યવાહી અને કે.વાય.સી. સંબંધીત પ્રક્રિયાઓ કાયદેસર રીતે કરવામાં આવેલ છે તેમજ આરોપીઓ દ્રારા જે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હોય, ખોટી સહી કરી હોય અથવા સરકારી તંત્ર સાથે છેતરપીંડી કરી હોય તેવું દર્શાવતો કોઈ ઠોંસ અને મજબુત પુરાવો પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ નથી, ત્યારે ઠોંસ પુરવાના અભાવે આરોપી વિરૂધ્ધનો ગુન્હો પુરવાર થતો નથી તેમજ પોલીસે આરોપી રાહુલને મુંબઈથી પકડયા બાદ ખોટી હકીકતો વાળી ફરીયાદ ઉભી કરેલ હોવાનું રેકર્ડ ઉપર આવેલ છે, જે સંદર્ભેના હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓના સિધ્ધાંતો ટાંકી વિસ્તળત દલીલો કરવામાં આવેલ હતી.
બન્ને પક્ષકારોની દલીલના અંતે કેસના રેકર્ડ પર આવેલ સમગ્ર પુરાવાઓ, સાક્ષીઓની જુબાનીઓ, વડી અદાલતના ચુકાદાઓ તથા બંન્ને પક્ષે થયેલ વિસ્તળત દલીલો ધ્યાને લીધા બાદ અદાલત આરોપીને નિર્દોષ ઠરાવતા ચુકાદામાં નોંધેલ કે, તપાસ દરમ્યાન આરોપીઓએ બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હોવા અંગેનો કોઈ નક્કર પુરાવો રજૂ થયેલ નથી, તદઉપરાંત કેસના મુળ ફરીયાદી અને મહત્વના પંચ, સાહેદો પણ પોલીસની સ્ટોરીને મજબુત બનાવતા નથી. તેમજ આરોપીઓ પૈકી કઈ રીતે ગુન્હાહીત કાવત્રુ રચેલ, કહેવાતા ખોટા બીલો કયા બનાવેલ અને GSTમાં બોગસ રકમના આધારે કેટલા બીલો બનાવેલ અને કોની સાથે ટ્રાન્ઝેકશન થયેલ તે પોલીસ રેકર્ડ પ૨ લાવી શકેલ નથી. ફરીયાદપક્ષે માત્ર દસ્તાવેજો રજુ કરી દેવાથી તેને પુરવાર માની શકાય નહિં પરંતુ દસ્તાવેજોની વિશ્વસનીયતા અને કન્ટેન્સ સાબીત કરવા પડે જે હાલના કિસ્સામાં થઈ શકેલ નથી. જે તમામ વિસંગતતા, ખામીઓ, ત્રુટીઓ અને વિરોધાભાસો ધ્યાને લઈને તેમજ જયારે સરકારી અધીકારીઓ તથા બેંક કર્મચારીઓની જુબાનીઓમાં પણ આરોપીઓની ગુન્હામાં સીધી સંડોવણી હોવાનું ફલીત થતું ન હોય ત્યારે અદાલત દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં મુખ્ય આરોપી રાહુલ બારૈયા વતી રાજકોટના ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મળત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હીરલ નિમાવત તથા સહઆરોપી કૌશીક મકવાણા વતી એડવોકેટ હિતેશ વિરડા, ભાવેશ બાંભવા તથા પ્રકાશ ચાવડા રોકાયેલ હતા.
તુષાર ગોકાણી, આરોપીના વકીલ
(2:07 PM IST)










