<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી અડપલા કરવા અંગે પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા ફરમાવતી સેશન્સ કોર્ટ

ફરિયાદીની મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદનઃ દસ્તાવેજી-જન્મ-મેડીકલ સહિતના પુરાવાને આધારે કોર્ટે સજા ફટકારીઃ સરકારી વકીલે સફળતાપૂર્વક કેસ પુરવાર કર્યો

રાજકોટ, તા.૯: અત્રે સગીરાનું અપહરણ કરી અડપલા કરવાના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા કોર્ટે ફટકારી છે.

ગત તારીખ ૧૪-૪-૨૦૨૪ ના રોજ માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદીએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે તેમની સગીર વહીની દીકરી ઉંમર વર્ષ ૧૫ વર્ષને ૯ માસ વાળીને આરોપી સમીર સતારભાઈ  સપ્પા રહે.અંકુર સોસાયટી પાસે કોઠારીયા રોડ રાજકોટ વાળો બળજબરીથી અપહરણ કરી લઈ જઈ ફરિયાદીની સગીર વયની દીકરી સાથે અડપલા કરેલ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા પોલીસે આરોપી સમીર સતારભાઈ સપ્પાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ.

ચાર્જશીટ થયા બાદ આ કેસ પોકસો કોર્ટમાં શરૃ થતા પ્રોસિક્યુશન દ્વારા આ કેસના ફરિયાદીની જુબાની લેવામાં આવેલી અને તેઓએ બનાવની હકીકતને સમર્થન કરતા જુબાની આપેલી તથા આ કેસના ભોગ બનનાર સગીરાની જુબાની લેવામાં આવેલી જેમાં સગીરાએ તેણીનું બળજબરીપૂર્વક આરોપી અપહરણ કરી તેના ઘરે લઈ જઈ અડપલા કરેલ હોવાની હકીકત કોર્ટમાં જણાવેલી તેમજ પ્રોસિક્યુશન દ્વારા આ કેસમાં સગીરાના જન્મનું પ્રમાણપત્ર આપ નાર સરકારી કચેરીના કર્મચારીની જુબાની લેવામાં આવેલી તથા ડોકટરની જુબાની લેવામાં આવેલી તથા અન્ય શાહેદોની જુબાની લેવામાં આવેલી તેમજ આ કેસની સંપૂર્ણ તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવેલી તેમજ પ્રોસિફિકેશન દ્વારા આ કેસમાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલા જેમાં ફરિયાદીની ફરિયાદ પંચનામા મેજિસ્ટ્રેટ સમક્ષનુ ભોગબનનારનું નિવેદન મેડિકલ સર્ટી વિગેરે દસ્તાવેજી પુરાવો રજૂ રાખવામાં આવેલા તેમજ પ્રોસીકયુશન દ્વારા આ કેસમાં વિસ્તૃત દલીલ કરવામાં આવેલી.

જેમાં સરકારી વકીલે દલીલમાં જણાવેલ કે સગીરા ભોગ બનનારે કોર્ટમાં સોગંદ ઉપર જુબાનીમાં જણાવેલ છે કે આરોપીએ તેનું બળજબરી પૂર્વક અપહરણ કરી લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરેલ તેમજ છાતીના ભાગે હાથ ફેરવી હગ કરેલની હકીકત કોર્ટ સમક્ષ તથા તેમના મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનમાં પણ તેણે જણાવેલ છે તથા ડોકટર સમક્ષની હિસ્ટ્રીમાં આજ હકીકત જણાવેલ છે જેને માનવી જોઈએ તથા ભોગબનનાર સગીરાની ઉંમર પોકસો કેસના દાયરામાં આવતી હોવાનું પણ સાબિત કરેલ છે તથા સગીરાએ નામદાર કોર્ટમાં આરોપીને ઓળખી બતાવેલ છે અને જણાવેલ છે કે આજ આરોપીએ આવું કૃત્ય કરેલ છે તેમજ આરોપી સામે પ્રોસીકયુશને તેમનો કેસ સાહેદોની જુબાની તથા દસ્તાવેજી પુરાવાઓથી પ્રોસીકયુશને તેમનો કેસ પુરવાર કરેલ છે તેથી આરોપીને તકસીરવાન ઠરાવી કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવા રજૂઆત કરવામાં આવેલી તે રજૂઆત તથા જુબાનીઓ તથા દસ્તાવેજો તેમજ દલીલને ધ્યાને લઈ સેશન્સ જજ શ્રી ટી. એસ બ્રહ્મભટ્ટ આરોપી સમીર સતારભાઈ  સપ્પાને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ સગીરાને વિકટ ટીમ કમ્પોઝિશન અન્વયે રૃપિયા એક લાખનું વળતર અપાવેલ છે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા. 

મુકેશભાઈ પીપળીયા

સરકારી વકીલ

(2:51 PM IST)