<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ગૃહ ફાઇનાન્‍સમાંથી દોઢ કરોડની લોન લઈને આપેલ ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા.૨: અત્રે ગૃહ ફાઈનાન્‍સ લી. માંથી રૂા.૧,૫૦,૦૦,૦૦૦/- લીધેલ લોન અંગેના ચેક રીર્ટનના ફોજદારી કેસમાં આરોપીનો નિર્દોષ  છુટકારો કોર્ટે ફરમાવ્‍યો હતો.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટ ગૃહ ફાઈનાન્‍સ લી.ના ઓથો. દરજજે ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલ હતી. જેમાં નટવરલાલ જીવાભાઈ ભાલાળા, રહે.મોવીયા, તા.ગોંડલ, જી.રાજકોટ વાળાએ તથા અન્‍યએ ફરીયાદી ગૃહ ફાઈનાન્‍સ લી.માંથી સ્‍કુલના કન્‍સ્‍ટ્રકશન માટે રૂા.૧,૫૦,૦૦,૦૦૦/- ની લોન લીધેલ હતી. જે લોનના ચડત હપ્તાઓ ચુકવવા આરોપીએ આઈસીઆઈસીઆઈ બેન્‍ક, ગોંડલ શાખાનો રૂા.૧,૫૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ પચાસ લાખ પુરાનો ચેક આપેલ જે ચેક રીર્ટન થતા ફરીયાદી ગૃહ ફાઈનાન્‍સ લી. તરફથી તે ચેક રીર્ટન અંગે નોટીસ આપવામાં આવેલ હતી જે નોટીસ આરોપીને બજી જવા છતાં રકમ ન ભરપાઈ કરતા ફરીયાદીએ આરોપી વિરૂધ્‍ધ નેગોશીયેબલની સ્‍પે.કોર્ટમાં ચેક રીર્ટન અંગેનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો.

આ  ફોજદારી કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલ હતો કે, હાલના કામમાં ટ્રસ્‍ટને જોડેલ નથી કે હાલનો ચેક કાયદેસરના બાકી લેણા પેટે આપવામાં આવેલ નથી. ફરીયાદી તરફથી લોન અંગેના કોઈ આધાર પુરાવા રજુ કરવામાં આવેલ નથી અને હાલના કામમાં ગૃહ ફાઈનાન્‍સ લી.

એ બંધન બેન્‍કમાં મર્જ થઈ ગયેલ છે તે અંગેના કોઈ આધાર પુરાવઓ રજુ કરેલ નથી. તેમજ બંધન બેન્‍ક હાલના ફરીયાદ વાળા ચેકના હોલ્‍ડર ઈન ડયુ કોર્સ નથી તેમજ હાલના ફરીયાદી ફરીયાદ આગૃ ચલાવવા કોઈ સતા અને અધિકાર નથી. તમેજ હાલના કેસમાં આરોપીની પ્રોપટી ફરીયાદીએ સીઝ કરેલ છે. જેથી હાલમાં આરોપી પાસે ફરીયાદી બેન્‍ક આવી રકમ માંગી શકે તેમ નથી જે અંગે  વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી આરોપી તરફે તેમના વકીલશ્રી સંજયસિંહ આર. જાડેજા ધ્‍વારા દલીલો તથા રજુઆતો કરવામાં આવેલ હતા.

ત્‍યારબાદ ફરીયાદી પોતાના કેસ અને લોન અંગેનો વ્‍યવહાર સાબિત કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય, આરોપી પાસેથી ફરીયાદીને કોઈ રકમ લેવાની ન થતી હોય અને આરોપી સામેનો કેસ આગૃ ચલાવવા કોઈ સતા કે અધિકાર નથી તેમજ આ કામમાં ટ્રસ્‍ટને કે ટ્રસ્‍ટીઓને જોડેલ નથી કે તેઓને નોટીસ આપવામાં આવેલ નથી.  તે તમામ રજુઆતો અને દલીલોને ધ્‍યાને રાખી રાજકોટના  એડી. ચીફ જયુ. મેજી. શ્રી બી. એન. દવેએ આ કેસમાં આરોપીને નિર્દોષ  ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી નટવરલાલ જીવાભાઈ ભાલાળા વતી વકિલ શ્રી મુકેશ આર. કેશરીયા, સંજયસિંહ આર. જાડેજા, રાજેશ એન. મંજુસા, હાર્દિક એમ. પાઠક રોકાયેલ હતા.

મુકેશ કેસરિયા આરોપીના વકીલ

(2:29 PM IST)