News of Thursday, 1st October 2026
પબ્લીકમાં ‘એકશન', પોલીસનું ‘રીએકશન': જાહેરમાં મારામારી કરનાર બેને ‘મેથીપાક'
વિડીયો વાયરલ થયો અને પોલીસ મથકના ‘દર્શન' થયા : પારસી અગીયારી ચોકમાં રસ્તા વચ્ચે મારામારી કરનાર રોહિત અને જય સામે પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટઃ તા.૧, શહેરના પારસી અગીયારી ચોકમાં ગઇકાલે બે શખ્સો સરાજાહેર રોડ વચ્ચે મારામારી કરતા હોવાનો વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો હતો. જે મામલે પ્ર.નગર પોલીસે તપાસ કરી બને શખ્સોને શોધી કાઢી ગુનો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્યુ હતું.
પારસી અગીયારી ચોકમાં ગઇ કાલે સરાજાહેર બે શખ્સો રોડ વચ્ચે મારામારી કરતા હોવાનો અને અન્ય વાહનચાલક વચ્ચે પડી બન્નેને છોડાવતા હોવાનો વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો હતો જે ધ્યાને આવતા પ્ર.નગર પોલીસના પીએસઆઇ બી. વી. ભગોરા, કોન્સ. તોફિકભાઇ મંઘરા સહિતના સ્ટાફે તપાસ કરી મારામારી કરનાર બંને શખ્સોને શોધી કાઢયા હતા. જેની પુછતાછ કરતા પોતાના નામ રોહિત મનસુખભાઇ સોલંકી (ઉ.વ.ર૦, રહે. લીમડા ચોક ફૂટપાથ પર) અને જય ગોવિંદભાઇ વાજેલીયા (ઉ.વ. રર, રહે. પારસી અગીયાર ચોક, ફૂટપાથ પર) હોવાનું જણાવ્યું હતું પ્ર.નગર પોલીસે આ મામલે બંને શખ્સો સામે જાહેરમાં બખેડાની કલમ હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું
(2:18 PM IST)










