તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Friday, 15th May 2026
વ્રજ ચોર્યાસી કોષની યાત્રા માટે ઉત્તમ એવા અધિક માસ
રવીવારથી પુરુષોત્તમ માસનો પ્રારંભ

સનાતન ધર્મમાં સૂર્ય અને ચંદ્રની પરિક્રમાનું આધ્યાત્મિક, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક ઘણું મહત્વ રહેલું છે. જ્યોતિષીય અને ખગોળીય ગણિતની ગણનાં મુજબ સૂર્ય આશરે ૩૦.૪૪ દિવસ સુધી એક રાશિમાં રહે છે. તે મુજબ સૂર્યને ૧૨ રાશિઓની પરિક્રમા કરતાં ૩૬૫.૨૮ દિવસ જેટલો સમય લાગે છે. તેને સૌરવર્ષ કહેવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર આ સૌરવર્ષનાં આધારે રચાય છે. જ્યારે હિન્દુ પંચાંગ એ ચંદ્રના પળથ્વી ફરતેનાં પરિભ્રમણનાં સમયને લક્ષમાં રાખીને રચવામાં આવે છે. ચંદ્રને પળથ્વીની એક પરિક્રમા કરતા લગભગ ૨૮-૨૯ દિવસ જેવો સમય લાગે છે.તેનેં ચંદ્રમાસ કહે છે. આવા ૧૨ ચંદ્રમાસ એ હિંદુ પંચાંગનું એક વર્ષ ગણવામાં આવે છે. જે ૩૫૪.૩૬ દિવસનું થાયછે. આમ અંગ્રેજી કેલેન્ડર અને હિન્દુ કેલેન્ડર વચ્ચે ૧૧ દિવસ જેવો સમયનોં તફાવત રહે છે. જેને સરભર કરવા માટે દર ૩૨ મહિનાં અને ૧૪ - ૧૫ દિવસ પછી એક અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે.
હિન્દુ પૌરાણિક કથાઓમાં અધિક માસ એ હિરણ્યકશિપુ અને નરસિંહ અવતાર સાથે પણ સંકળાયેલો છે. દાનવ રાજ હિરણ્ય કશીપુએ બ્રહ્માજી પાસેથી વરદાન માગેલું તે મુજબ હિરણ્યકશીપુનેં વર્ષનાં સામાન્ય ૧૨ મહિનાં દરમિયાન મારવો શકય ન હતો. કારણ કે તેનાથી બ્રહ્માજીનાં વરદાનનું ઉલંઘન થતું હતું.આથી ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધરીનેં તેનોં અધિક માસ દરમિયાન વધ કર્યો હતો.
આ માસનેં પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છેઃ પુરુષોત્તમ માસ એ ભગવાન વિષ્ણુનાં અવતારોની પૂજા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેથી જગન્નાથપુરી, અયોધ્યા, મથુરા, વળંદાવન, દ્વારકા જેવા વિષ્ણુનાં અવતારો ધરાવતા મંદિરોમાં આ માસ દરમિયાન ખાસ પૂજાઅર્ચના, દીપદાન, દ્રવ્યદાન દક્ષિણા, વગેરે કરવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન તીર્થયાત્રાનું પણ વિશેષ અને અનેરું મહત્વ છે. આથી આ માસ દરમિયાન કેટલાક ગોલોક બાલકો દ્વારા વ્રજ ચોરાસી કોષની યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવે છે. આ યાત્રામાં પુરા વ્રજમંડળની સીમાઓની અંદર જ્યાં જ્યાં ભગવાન શ્રીકળષ્ણએ લીલા કરી હતી તે તમામ સ્થળોને આવરી લેવામાં આવે છે. જેમાં ૧૨ વન, ૨૪ ઉપવન, ૩૬૫ કુંડો,૩૫ રાસ સ્થલીઓ તેમ જ ૧૫૦૦ જેટલાં નાનાં મોટાં મંદિરો અને અનેક પવિત્ર સ્થળોનોં સમાવેશ થાય છે.
એવું માનવામાં આવે છે કે, કંસને માર્યા બાદ ભગવાન શ્રીકળષ્ણએ મથુરામાં શ્રી યમુનાજીને કાંઠે વિશ્રામઘાટ ઉપર વિશ્રામ કર્યો હતો. તેથી તે સ્થળે શ્રી યમુનાં મૈયાજીનું પૂજન કર્યા બાદ આ યાત્રા શરૂ કરવામાં આવે છે. અને પૂર્ણ પણ અહીં જ કરવામાં આવે છે.
અગાઉનાં વર્ષોમાં ૮૪ કોસ એટલે કે ૨૫૨કિ.મી.ની આ વ્રજ યાત્રા દરમિયાન કેટલાક કડક નિયમોનું પાલન કરવામાં આવતું જેમકે, બ્રહ્મચર્યનું પાલન કરવું, માથામાં તેલ ન લગાવવું,જમીન ઉપર જ સૂવું, યાત્રા દરમિયાન સાબુનો ઉપયોગ ન કરવો, રેતીમાં ખુલ્લા પગે યાત્રા કરવી, યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી દાઢી ન કરવી વગેરે. પરંતુ હવે આ કલિકાલમાં સંજોગોનેં કારણે આ નિયમોનું ચુસ્ત પાલન થઇ શકતું નથી. (૧૭મે થી પાવક પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભગવાનને વધાવા રાજકોટ શહેરની ચારે દિશામાં અત્યારથી સત્સંગોના આયોજન થઈ રહ્યા છે. આવા એક સત્સંગમાં ભાવવિભોર બહેનો)(૪૧.૨)
સંકલનઃ
કિશોર નથવાણી

(3:42 PM IST)










