<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

મલાઇ પનીરમાં ભેળસેળઃ નમુનો નાપાસ

મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગઃ ૪ ને લાઇસન્‍સ અંગે સૂચનાઃ આઇસ્‍ક્રીમ-શ્રીખંડ સહિત પ સેમ્‍પલ લેવાયા બંસી ડેરી, કોઠારીયા ખાતેથી લેવાયેલ નમુનામાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ઓછુ નિકળ્‍યુ

રાજકોટઃ તા.૧૯, મનપાની ફુડ શાખા દ્વારા લોકોનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખવા ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો-વિક્રેતાઓને ત્‍યાં ચુકીંગ તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત મનપાની સત્તાવાર યાદી મુજબ  મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘‘બંસી ડેરી (ઉત્‍પાદક પેઢી) '' સ્‍માર્ટ પ્‍લાસ્‍ટિક, પ્‍લોટ નં.૨૩૯, એમ.ટેક ઈન્‍વેસ્‍ટમેન્‍ટની બાજુમાં, સમ્રાટ દાળમીલ પાછળ, ગોંડલ રોડ, કોઠારીયા, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ DOODH MASTI MALAI PANEER (1KG PKDમાં થી) ‘‘નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો ‘‘સબસ્‍ટાન્‍ડર્ડ'' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ભક્‍તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ-૮૦ ફૂટ રોડ તથા અંબાજી કડવા પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૪ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૪ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઆમાં:  રાધિકા રેસ્‍ટોરન્‍ટ,ગુરુનાનક સિઝન ગોલા, દ્વારકાધીશ સિઝન સ્‍ટોર તથ નીલકંઠ આઇસ ડિશને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આવેલ.

આઇસ્‍ક્રીમ-શ્રીખંડ-પનીરના નમુના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ કુલ ૫ નમૂના લેવામાં આવેલ. કેશર પિસ્‍તા આઇસ્‍ક્રીમ (લૂઝ)તથા પાઈનેપલ આઇસ્‍ક્રીમ શ્રીખંડ (લૂઝ) રંગોલી આઇસ્‍ક્રીમ, ૭/૮ વળંદાવન હાઇટ્‍સ, સાધુવાસવાણી સ્‍કૂલની સામે, સાધુવાસવાણી રોડ,  કિંગ્‍ઝ ડીલાઇટ આઇસ્‍ક્રીમ (લૂઝ)  ન્‍યુ શ્રીજી આઇસ્‍ક્રીમ, જયવર્ધીની કોમ્‍પ્‍લેક્‍સ, સાધુવાસવાણી મેઇન રોડ,ખાતેથી નમુના લેવાયા હતા.

જયારે  ડ્રાયફ્રુટ શ્રીખંડ (લૂઝ): તથા પનીર (લૂઝ): શ્રી ગાયત્રી ડેરી પ્રોડક્‍ટ, ત્રિમૂર્તિ ટાવરની સામે, મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર ખોતી સેમ્‍પલ પૃથ્‍થકરણ માટે મોકલવામાં આવ્‍યા હતા.

(3:32 PM IST)