તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન પરિસંવાદમાં અદ્યતન મેમરી
ટેકનોલોજી અને ખાદ્ય નવીનતા અંગે ઉત્પલ એસ.જોશીનું વ્યાખ્યાન

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ચિરંતન રસાયણ સંસ્થા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન પરિસંવાદના બીજા દિવસે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિના વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધન આધારિત વ્યાખ્યાનો દ્વારા અદ્યતન વિજ્ઞાન અને ટેક્રોલોજીના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડયો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ (ડો.) ઉત્પલ એસ. જોશીએ પોતાના વ્યાખ્યાનમાં આગામી પેઢીની મેમરી ટેક્રોલોજી Resistive Random Access Memory (ReRAM) અંગે વિસ્તળત માહિતી આપી. તેમણે જણાવ્યું કે ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ્સ, ખાસ કરીને નિકલ ઓક્સાઇડ (MIT), ભવિષ્યની નોન-વોલેટાઇલ મેમરી માટે અત્યંત સંભાવનાસભર સામગ્રી છે.
તેમણે “Resistive Switching (RS)”ની કાર્યપદ્ધતિ સમજાવતા જણાવ્યું કે વિદ્યુત ક્ષેત્રના પ્રભાવથી પદાર્થના પ્રતિકાર A (Registance)માં થતા પરિવર્તનના આધારે માહિતી સંગ્રહ કરી શકાય છે. તેમણે વિવિધ ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ સિસ્ટમ્સના સંશોધન પરિણામો રજૂ કરીને તેમની ક્ષમતાઓ સમજાવી.
ડો. જોશીએ જણાવ્યું કે ReRAM ટેક્રોલોજી નોન-વોલેટાઇલ, નાનું સેબ સાઇઝ, ઝડપી રીડ/રાઇટ સ્પીડ તથા ઓછા ઓપરેટિંગ વોલ્ટેજ જેવા ગુણધર્મોને કારણે ભવિષ્યની મેમરી ટેક્રોલોજી તરીકે અત્યંત આશાસ્પદ માનવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પોલીકિસ્ટલાઇન પાતળી ફિલ્મો વધુ અસરકારક રેઝિસ્ટિવ સ્વિચિંગ દર્શાવે છે તેમજ બાઇનરી ટ્રાન્ઝિશન મેઢલ ઓક્સાઇડ્સ CMOS ટેક્રોલોજી સાથે વધુ સુસંગતતા ધરાવે છે.
મણિપાલ સ્કૂલ ઓફ લાઇફ સાયન્સિસના ડો. નિર્મલ મઝુમદારએ પોતાના વ્યાખ્યાનમાં ખાદ્ય-વિજ્ઞાન અને બાયોફિઝિક્સ ક્ષેત્રે થઈ રહેલા આધુનિક સંશોધન અંગે માહિતીસભર રજૂઆત કરી. તેમણે ચોખાના સ્ટાર્ચની રચના, તેના ભૌતિક અને જૈવિક ગુણધર્મો તેમજ ખાદ્ય નવીનતા માટે તેના વૈજ્ઞાનિક ઉપયોગ અંગે સંશોધન આધારિત માહિતી રજૂ કરી.
(2:59 PM IST)










