<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

મનપાના નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવતા ઍડવોકેટ રવિ ત્રિવેદી


રાજકોટ, તા. ર૩ઃ રાજકોટના ઍડવોકેટ અને લીગલ ઍડવાઈઝર શ્રી રવિભાઈ કે. ત્રિવેદી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત થયેલ મેયર ડો. નેહલભાઈ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાની શુભેચ્છા મુલાકાત લઈ હાર્દિક અભિનંદન પાઠવેલ હતા. 
રાજકોટ શહેર વેપાર-ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્નાં છે. અને ભારત દેશના ઝડપી વિકાસ પામતા શહેરોમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે નવનિયુકત પદાધિકારીઓના નેતૃત્વ હેઠળ રાજકોટનો સર્વાંગી વિકાસ વધુ ગતીશીલ બનશે તથા નાગરિકોના પ્રશ્નોને વાચા મળવાની સાથે ઉતમ સુવિધાઓ પ્રા થશે તેવી પૂર્ણ આશા રવિભાઈ ત્રિવેદીઍ વ્યકત કરેલ. તેમજ રાજકોટ શહેરના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સફળતાપુર્વક કાર્ય કરવામાં આવે તેવી અંતઃકરણથી શુભકામનાઓ આપેલ હતી.(૬.૧૪)

(4:07 PM IST)