News of Wednesday, 22nd July 2026
૭૦ હજાર પત્રો બાદ હવે ‘દિલ સે સરહદ તક' વીડિયો અભિયાનઃ દેશવાસીઓની લાગણી સરહદના જવાનો સુધી પહોચશે
‘બંધન ફોર ભારત' દ્વારા દેશ ભક્તિની અનોખી પહેલ ૩૦ થી ૪૦ સેકન્ડનો વીડિયો બનાવી દેશનો કોઇપણ નાગરિક જવાનોને શુભેચ્છા અને આભાર સંદેશ મોકલી શકશે

રાજકોટ : ‘બંધન ફોર ભારત' દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દેશના સરહદ પર દેશની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવતા આર્મ્ડ ફોર્સિસના જવાનો સુધી દેશવાસીઓનો પ્રેમ, આદર અને લાગણીઓ પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરના વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો દ્વારા લખાયેલા ૭૦ હજારથી વધુ હસ્તલિખિત પત્રો ભારતીય સશષા દળોના જવાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ વર્ષે આ પહેલને વધુ વ્યાપક બનાવતા ‘દિલ સે સરહદ તક' નામનું વિશેષ વીડિયો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ દેશનો કોઈપણ નાગરિક માત્ર ૩૦ થી ૪૦ સેકન્ડનો હિન્દી ભાષામાં આભાર, શુભેચ્છા અથવા પ્રેરણાદાયી સંદેશનો વીડિયો બનાવી www.bandhanforbharat.org પર અપલોડ કરી શકે છે. આ તમામ વીડિયો દેશના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવામાં આવશે. જેથી તેઓ દેશવાસીઓનો પ્રેમ, સન્માન અને લાગણીનો અનુભવ કરી શકે.
જે લોકો લાંબા સમયથી આપણા ફૌજી ભાઈઓને પોતાના દિલની વાત કહેવા ઇચ્છતા હતા, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે. હવે તેઓ પોતાના શબ્દો અને લાગણીઓ વીડિયો સંદેશના માધ્યમથી સીધા જ આપણા જવાનો સુધી પહોંચાડી શકશે. તેમ યુવાોએ જણાવ્યુ઼ હતું.
આ અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે તાજેતરમાં રાજકોટમાં Creators Conclaveનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિવળત્ત કેપ્ટન જયદેવ જોષી, હર્ષલ માંકડ, હેમલ શાહ, રામકળષ્ણ પ્રજાપતિ, બન્ટીભાઈ પટેલ, મૌલિક પ્રજાપતિ સહિત ૫૦થી વધુ ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ અભિયાનને દેશના દરેક ખૂણે પહોંચાડવા અને તેને દેશવ્યાપી જનઆંદોલન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. હોવાનું જણાવાયું છે
(3:30 PM IST)










