તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
વોર્ડ નં.૩માં કોંગ્રેસના સમર્થનમાં ‘આપ'ના આગેવાનો જોડાયા બાદ અનેક સામાજીક આગેવાનો અને નિવૃત કર્મચારીઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
સીંધી સમાજના આગેવાન ન્યાલભાઇ નેભાણી, જેરામભાઇ મંદાણી (પપ્પુભાઇ), આત્મારામભાઇ મોટવાણી, ગોપીભાઇ મંગલાણી, નિવૃત પોલીસ અધિકારી ભીખુભા જાડેજા, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના અગ્રણી નૈમીશભાઇ દાદુકીયા સહિતના આગેવાનો કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણી, ડી.પી. મકવાણા, શ્રીમતિ આરતીબેન આસવાણી સમર્થનમાં મેદાને પડયા

રાજકોટ તા.૧૪: શહેરના વોર્ડ નંબર-૩ના કોંગ્રેસ કાર્યાલય ખાતે અનેક સામાજિક આગેવાનો નિવળત્ત કર્મચારી આગેવાન અને ભાજપ ના આગેવાનોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અગામી ચુંટણી માટે ના કોંગ્રેસ ઉમેદવાર અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા ની શિક્ષતી સેવાભાવી પેનલ અને લોક સંપર્ક ધરાવતા ઉમેદવારો અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, દિનેશભાઈ મકવાણા (ડી પી ), આરતી આસવાણી સહિત પેનલને વિજય અપાવવા ના મક્કમ નિર્ધાર સાથે સિંધી સમાજ ના આગેવાન ન્યાલભાઈ નેભાણી, જેરામભાઈ મંદાણી (ઉર્ફ પપ્યુ ભાઈ), આત્મારામ મોટવાણી, ગોપીભાઈ મંગલાણી નિવળત્ત પોલીસ અધિકારી ભીખુભા જાડેજા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ રાજકોટ જીલ્લા યુવા સમિતી કન્વીનર નૈમિષભાઈ રાજેશભાઈ દાદુકીયા સહિત ના આગેવાનો આજે વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને વોર્ડ ત્રણ કોંગ્રેસ ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને કોંગ્રેસ ઉમેદવાર ડી પી મકવાણા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ ઉમેદવાર અતુલ રાજાણી, આરતી આસવાણી, કોંગ્રેસ આગેવાનો એડવોકેટ અશોકસિંહ વાઘેલા, કોંગ્રેસ અગ્રણી અને જંકશન પ્લોટ વેપારી એસોસિએશના પ્રમુખ ગૌરવ પુજારા, પૂર્વ કોર્પોરેટર દીલીપભાઈ આસવાણી, વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ પ્રમુખ જગુભા જાડેજા, ભુપતગીરી ગોસ્વામી, જીતુ ચંદનાણી સહિત કોંગ્રેસ આગેવાનોની હાજરીમા આજે કોંગ્રેસ પ્રવેશ કર્યો ત્યારે આમ આદમી પાર્ટી બાદ આજરોજ વધુ આગેવાનો કોંગ્રેસ મા જોડાતા કોંગ્રેસનો હાથ મજબુત બન્યો છે.
રેલનગર, પરસાણાનગર, સંતોષીનગર, જંકશન પ્લોટ, ભીસ્તીવાડ, કોઠી કમ્પાઉન્ડ, રૈયાનાકા ટાવર સહિતના વિસ્તારો ધરાવતા આ વોર્ડ નં.૩માં અગાઉ અતુલ રાજાણી અને શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા સતત બબ્બે ટર્મ વિજેતા રહી ચુકયા છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા પદને શોભાવી લોકોની સેવામાં સતત કાર્યરત રહયા છે. એટલ જ નહી કોરોનાકાળમાં જયારે શાસકપક્ષના એકપણ કોર્પોરેટરો મતદારોની વ્હારે આવ્યા ન હતા ત્યારે પણ આ પેનલના કોર્પોરેટરો પોતાની પણ પરવા કર્યા વગર સતત પોતાના વિસ્તારમાં ફરતા રહયા હતા અને લોકોને ઓકસીજન અને મેડીકલની સુવિધા તેમજ ફુડપેકેટ વિતરીત કરી ઉપયોગી બન્યા હતા. જે આજે પણ લોકો ભુલ્યા નથી. આ સક્રિય પેનલને ઠેર-ઠેરથી લોકપ્રતિસાદ સ્વયંભૂ સાપડી રહયો છે
ગાયત્રીબા વાઘેલા
અતુલભાઇ રાજાણી
ડી.પી. મકવાણા
આરતીબેન આસવાણી
(2:59 PM IST)










