<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

રાજકોટમાં એઆઈ આધારિક રોબોટિક રિહેબિલિટેશન કેન્‍દ્રનો પ્રારંભ

સૌરાષ્‍ટ્રમાં પ્રથમઃ રોબોટસ, ક્રાયો રીકવરી, વર્લ્‍ડ ક્‍લાસ વેલનેસ સહિત ૧૫થી વધુ અત્‍યાધુનિક સેવાઓ એક જ સ્‍થળે થશે ઉપલબ્‍ધઃ ડો.અશ્વિન ઠક્કર, ડો.જતિન પટેલ, ડો.વિશાખા ઠક્કરની સીધી દેખરેખ હેઠળ દર્દીને મળશે પરિણામલક્ષી સારવાર

રાજકોટઃ રાજકોટ સ્‍થિત રેઝ ઓફ હોપ ફિઝિયોથેરાપી, રોબોટિક રિહેબ એન્‍ડ વેલનેસ સેન્‍ટર દ્વારા સૌરાષ્‍ટ્રનું પ્રથમ અને ગુજરાતના અગ્રણી એઆઈ આધારિત રોબોટિક રિહેબિલિટેશન સેન્‍ટર શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનું ભવ્‍ય લોકાર્પણ તા.૩૦ અને ૩૧મે, ૨૦૨૬ના રોજ યોજાએલ છે. આ સેન્‍ટર રિહેબિલિટેશન, પ્રિહેબિલિટેશન, ફિટનેસ અને વેલનેસ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે.

સેન્‍ટરની સૌથી વિશિષ્‍ટ બાબત એ છે કે અહીં ૧૫થી વધુ અદ્યતન એઆઈ પાવર્ડ રોબોટીક સીસ્‍ટમ એક જ છત નીચે ઉપલબ્‍ધ રહેશે. જેમાં એઆઈ ગેઈટ રોબોટ, ન્‍યૂરો રોબોટીક્‍સ વર્ચ્‍યુઅલ રીયાલીટી રીહેબીલીટેશન સહીતની વિશ્વસ્‍તરીય ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્‍ટમ્‍સ દર્દીઓમાં ન્‍યુરોપ્‍લાસીટી વધારી મગજ અને શરીરની કાર્યક્ષમતા પુનઃસ્‍થાપિત કરવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દર્દીઓ માટે ખાસ ઈન્‍ડોર હીલીંગ લંગ્‍સ ફેસેલીટી તૈયાર કરવામાં આવ્‍યા છે. જ્‍યાં લાંબા ગાળાના ન્‍યુરોલોજીકલ દર્દીઓને સતત થેરાપી, આરામદાયક વાતાવરણ અને વૈજ્ઞાનિક પુનર્વસન કાર્યક્રમો દ્વારા ઝડપી અને ગુણવત્તાસભર રિકવરી મેળવવામાં મદદ મળશે. અહીં મેડિકલ જીમ, ફીટનેશ સ્‍ટૂડીયો, યોગા, ઝૂમ્‍બા, હીલીંગ પૂલ, એકવા રીહેબીલીટેશન જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્‍ધ રહેશે.

પેરાલિસિસ, સ્‍ટ્રોક, બ્રેઈન, ઈન્‍જરી, સ્‍પાઈનલ કોર્ડ ઈન્‍જરી, પાર્કિન્‍સન્‍સ, સેરેબ્રલ પાલ્‍સી અને અન્‍ય ન્‍યુરોલોજીકલ સમસ્‍યાઓ ઉપરાંત ઘૂંટણ, કમર અને ગરદનના દુખાવા માટે રોબોટીક સ્‍પાઈનલ ડીકમ્‍પ્રેશન થેરાપી, હાઈ પાવર લેઝરથેરાપી જેવી અદ્યતન સારવાર પણ ઉપલબ્‍ધ રહેશે.

મહિલાઓના આરોગ્‍ય માટે ખાસ એડવાન્‍સ હેલ્‍થ સેન્‍ટર તૈયાર કરવામાં આવ્‍યું છે, જેમાં કેજ્‍યૂઅલ એર, મેગ્નેટીક થેરાપી સીસ્‍ટમ દ્વારા બહેનોની સમસ્‍યાઓ માટે અસરકારક સારવાર અપાશે.

રાજકોટમાં આ પ્રથમ વખત હાઈપરબેરીક ઓક્‍સિજન થેરાપી ચેમ્‍બર શરુ કરવામાં આવી રહ્યો છે, જે કેન્‍સર સહિત અનેક ગંભીર બીમારીઓમાં સહાયક સારવાર તરીકે ઉપયોગી સાબિત થશે. એચબીઓટી શરીરમાં ઓક્‍સિજનનું પ્રમાણ વધારીને ટિશ્‍યૂ હિલીંગ, ન્‍યુરોલોજીકલ રિકવરી અને ઈમ્‍યુન સ્‍પોર્ટમાં મદદરુપ બનશે.

રમતવીરો અને ફિટનેસ પ્રેમીઓ માટે સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત ક્રાયો રીકવર ચેમ્‍બર પણ ઉપલબ્‍ધ કરવામાં આવી રહ્યો છે, જે મસલ્‍સની ઝડપી રિકવરી, સોજો ઘટાડવા અને શારીરિક કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બનશે.

વેલનેસ ક્ષેત્રે આયુર્વેદિક પંચકર્મ, હોલિસ્‍ટિક હિલિંગ, ફોટોબાયોમોડયુલેશન થેરાપી અને અન્‍ય નેચરલ થેરાપીઝ સાથે વજન ઘટાડવા માટે વિવિધ સેવાઓ ઉપલબ્‍ધ રહેશે.

આ સમગ્ર પ્રોજેક્‍ટ અને અત્‍યાધુનિક સુવિધાઓનું વિકાસ તથા સંચાલન રેઈસ ઓફ હોપ હેલ્‍થકેર એલએલપી દ્વારા કરવામાં આવ્‍યું છે.

સેન્‍ટરમાં ઈનહાઉસ મેડિકલ એડવાઈઝર ડો.અશ્વિન ઠક્કરના માર્ગદર્શન તેમજ પીએચડી અને ગોલ્‍ડ મેડાલીસ્‍ટ ફીઝીયોથેરાપીસ્‍ટ ડો.જતિન પટેલ અને ડો.વિશાખા ઠક્કર પટેલની સીધી દેખરેખ હેઠળ દર્દીઓને વૈજ્ઞાનિક સુરક્ષિત અને પરિણામલક્ષી સારવાર પૂરી પાડવામાં આવશે.

આ તકે ડો.જતિન પટેલે જણાવેલ કે ‘‘અમારો હેતુ માત્ર દર્દીની સારવાર કરવાનો નથી, પરંતુ તેમને ફરીથી સ્‍વતંત્ર અને ગુણવત્તાસભર જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે. હવે સૌરાષ્‍ટ્રના દર્દીઓને વિશ્વસ્‍તરીય સારવાર માટે પોતાના પરિવાર અને શહેરથી દૂર જવાની નહીં પડે. એઆઈ આધારિત રોબોટિક ટેકનોલોજી નિષ્‍ણાંત ટીમ અને સર્વાંગી સારવાર અભિગમ દ્વારા અમે દર્દીઓને નવી આશા અને નવા જીવન તરફનો માર્ગ પ્રદાન કરીશું''

રેઝ ઓફ હોપ રિહેબિલિટેશન સેન્‍ટર સનસાઈન ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ સામે, કરણ અર્જૂન પાર્ટી પ્‍લોટ પાછળ, મોટા મવા ન્‍યૂ ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ (મો.૮૨૦૦૧ ૩૩૬૯૧) ખાતે શરૂ થયેલ છે. જેનો સૌએ લાભ લેવા અનુરોધ કરાયો હતો.

તસ્‍વીરમાં પત્રકાર પરિષદમાં સંબોધતા ડો.જતીન પટેલ, ડો.વિશાખા ઠક્કર પટેલ, ડો.અશ્‍વિન ઠક્કર, ખૂશ્‍બૂ ઠક્કર નથવાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા

(4:06 PM IST)