તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજ (કાયદા ભવન) દ્વારા AIBE પૂર્વ તૈયારી માટે પ્રેક્ટિસ પરીક્ષાનું આયોજન
પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને મૂળ પરીક્ષાના માળખા, પ્રશ્નપત્રની પદ્ધતિ, સમય વ્યવસ્થાપન અને માનસિક તૈયારી અંગે વાસ્તવિક અનુભવ પ્રાપ્ત થશે

રાજકોટ તા.૨૭: દેશભરમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવા માટે જરૂરી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE) ની તારીખ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ સજ્જ અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે હેતુથી ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજ (કાયદા ભવન) દ્વારા વિશેષપ્રેક્ટિસ AIB પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાયદા ક્ષેત્રમાં ગુણવત્તાસભર શિક્ષણ અને વ્યવહારુ માર્ગદર્શન માટે ઓળખ ધરાવતી ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન રહી જાય પરંતુ તેઓ સ્પર્ધાત્મક અને વ્યવસાયિક પરીક્ષાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરે તે દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તે જ અભિગમ અંતર્ગત આગામી તા. ૭ જૂન ૨૦૨૬ ના રોજ યોજાનારી ઓલ ઇન્ડિયા બાર સનદ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે આ પ્રેક્ટિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રેક્ટિસ પરીક્ષા તા. ૩ જૂન ૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ કલાક દરમિયાન ગીતાંજલિ કોલેજ, રેડક્રોસ બિલ્ડિંગ, સુચક રોડ, રાજકોટ ખાતે યોજાશે.
શ્રી શૈલેષ જાની ના જણાવ્યા મુજબ આજના સમયમાં માત્ર અભ્યાસ પૂરતો નથી પરંતુ યોગ્ય પ્રેક્ટિસ અને પરીક્ષાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ખ્ત્ગ્ચ્ જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં સફળતા મેળવવા માટે મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ પરીક્ષાઓ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
વિદ્યાર્થીઓમાં ગંભીરતા અને જવાબદારીની ભાવના વિકસે તે માટે પ્રેક્ટિસ પરીક્ષા માટે રૂ. ૧૦૦ નું નોંધણી શુલ્ક નક્કી કરવામાં આવ્યું છે. નોંધણી આ સાથે આપવામાં આવેલી લિંક મારફતે કરવામાં આવશે.
ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસને કાયદા ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓમાં સકારાત્મક પ્ર્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ માહિતી માર્ગદર્શન માટે ગીતાંજલિ કાયદા ભવનના પ્રોફે રોહિણી વ્યાસ ૯૮૯૮૨ ૭૬૧૭૫ નો સંપર્ક કરવો
ચેરમેનશ્રીએ વધુમાં તમામ કાયદાના વિદ્યાર્થીઓને આ અવસરનો લાભ લઈ પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવવા અપીલ કરી છે. તેમ યાદી જણાવે છે.
(3:56 PM IST)










