News of Friday, 1st May 2026
વોર્ડ નં. ૧૦ ને આદર્શ વોર્ડ બનાવવાનું લક્ષ્ય : વિકાસના કાર્યો અવિરતપણે ચાલુ રહેશે
ભાજપના વિજેતા ઉમેદવારો ઘનશ્યામ હેરભા, અશ્વિન ભોરણીયા, નીતાબેન લાલ અને જ્યોત્સનાબેન ટીલાળા ‘અકિલા'ની મુલાકાતે

રાજકોટ : શહેરના વોર્ડ નંબર ૧૦ માં ભાજપનો ભગવો લહેરાવનાર ચારેય વિજેતા ઉમેદવારોએ ‘અકિલા' કાર્યાલયની મુલાકાત લીધી હતી. જંગી બહુમતીથી વિજયી બનેલા ઘનશ્યામભાઈ હેરભા, અશ્વિનભાઈ ભોરણીયા, નીતાબેન લાલ તેમજ જ્યોત્સનાબેન ટીલાળાએ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાની મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મુલાકાત દરમિયાન વિજેતા ઉમેદવારોએ આ જીતને જનતાનો ભાજપ પરનો અતૂટ વિશ્વાસ ગણાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૧૦ માં છેલ્લા પાંચ વર્ષમાં અભૂતપૂર્વ વિકાસના કાર્યો થયા છે, જેના પરિણામે મતદારોએ ફરી એકવાર ભાજપ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આગામી સમયમાં પણ રોડ-રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓની સાથે વોર્ડના આધુનિકીકરણ માટેના કાર્યો અવિરતપણે ચાલુ રહેશે તેવી ખાતરી ચારેય ઉમેદવારોએ આપી હતી. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:16 PM IST)










