<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજકોટ-દિલ્‍હીની ગઇકાલે રાત્રે ૮ વાગ્‍યાની ફલાઇટ એર ઇન્‍ડિયાએ એકાએક કેન્‍સલ કરતા મૂસાફરોમાં ભારે દેકારોઃ પ્રશ્‍નોની તડાપીટ

૭૦થી વધૂ પેસેન્‍જર માટે માત્ર એક મેડમ ગાઇડ મરતા હતાઃ બીજા સ્‍ટાફને બોલાવાયો પરંતુ કલાક સૂધી ડોકાયુ નહી.. : રાજકોટના અગ્રણી જયેશભાઇ સંઘાણી કહે છે... એર ઇન્‍ડિયાએ ફલાઇટની કંડીશન અને સર્વીસ સૂધારવાની ખાસ જરૂર છે.??

રાજકોટ, તા.૧: એરપોર્ટ પરથી ઉપડનાર ગઇકાલે રાત્રે ૮ વાગ્‍યાની રાજકોટ દિલ્‍હીની એર ઇન્‍ડિયા ની ફ્‌લાઈટ ૧ાા કલાક પછી કેન્‍સલ  કરતા, મૂસાફરોમાં ભારે દેકારો મચી ગયો હતો.

ગઈ કાલે તા.૩૦/૬/૨૦૨૬ ના રોજ ,આ ફલાઈટના નિર્ધારિત સમયથી લગભગ ૪૫ મિનિટ પછી ફલાઈટમાં ર્બોડિંગ શરૂ કર્યું. ર્બોડિંગ પૂરૂ થઈ ગયા પછી લગભગ ૪૦ મિનિટ સુધી ફ્‌લાઈટમાં મુસાફરો ને બેસાડી રાખ્‍યા. પછી જાહેર કર્યું કે, થોડી ટેક્રિકલ ખામીને હિસાબે ફલાઇટ મોડી કરીએ છીએ. તેનું કામ ચાલે છે. પૂરૂં થઈ ગયે મુસાફરી સ્‍ટાર્ટ કરીશું. બાદમાં તેવું ફરી વાર રીપીટ કરેલું. થોડી વાર પછી જણાવ્‍યું કે, આ ફ્‌લાઈટ આગળ જઈ શકે તેમ નથી, બીજી ફ્‌લાઈટ આવી રહી છે તે આવ્‍યે તેમાં મુસાફરી કરવાની રહેશે. ત્‍યાં સુધી ફ્‌લાઈટમાં રહેશો. ફ્‌લાઈટમાં meal પીરસવાની શરૂવાત કરીએ છીએ. જેઓને meal ના કરવું હોય અને જેમણે બહાર રાહ જોવી હોય તો ત્‍યાં જઈ શકે છે. થોડી વારમાં ફરી  announce કર્યું કે આ ફ્‌લાઈટ કેન્‍સલ કરવામાં આવે છે....

૭૦ થી વધારે પેસેન્‍જર એક દરવાજામાંથી બહાર આવ્‍યા. બધા વચ્‍ચે એક જ મેડમ ગાઈડ કરતા હતા. તેની ચારે બાજુ નાના મોટા aged મુસાફરો... તે એકલા ... તેઓ બીજા સ્‍ટાફ ને મદદમાં આવવા માટે ફોન કરતા હતા. પણ ૧ કલાક સુધી કોઈ આવ્‍યું નહીં. ૧ કલાક પછી બીજો એક સ્‍ટાફ મોકલ્‍યો પણ તેની પાસે કોઈ સત્તા નહતી. જે લોકો ને ટિકિટ ટ્રાન્‍સફર કરવાની હતી, રિફંડ ની પ્રોસેસ કરવાની હતી, international transit કરવાની, connecting ફ્‌લાઈટ ની વ્‍યવસ્‍થા કરવા માટે, હોટલ માટે સ્‍ટે ની પ્રોસેસ કરવાની હોય ...આ બધી પ્રક્રિયા માટે એક É madam.  નાના મોટા ... ઘણા હાર્ટ ,Bp વગેરે ખૂબ ખૂબ તકલીફ ધરાવનારા મુસાફરો હતા તે બધા હેરાન પરેશાન થઇ ગયા હતા.

૬૦૦ થી વધારે સભ્‍યો ધરાવતા રાજકોટ ના SKIFAA એસોસિએશનના એક સ્‍થાપક... અને સતત ૪ વર્ષથી બિનહરીફ ચૂંટતા treasurer તરીકેનો હોદ્દો સંભાળતા શ્રી જયેશભાઈ સંઘાણી ે આ બાબતે ઉમેર્યુ છે કે, તેમની International Transit ટિકિટ માટે તેમને જણાવવામાં આવ્‍યું કે, તમે જે એજન્‍સી મારફત ટિકિટ બુક કરી હોય તેમનો સંપર્ક કરો. અમારા મારફત જો બુકિંગ કરાવ્‍યું હોત તો અમે transit ની વ્‍યવસ્‍થા કરી શકત. પણ તેઓએ સતત દલીલ કરી કે  ફ્‌લાઈટ તમે કેન્‍સલ કરી છે. આમાં બુકિંગ એજન્‍સીનો શું રોલ છે. તેમાં બૂકિંગ એજન્‍સી શું કરે...  બાદ માં રાતે ૧૨ કલાકે તેમની પોતાની Air India ની ફ્‌લાઈટ માં ટિકિટ કરી આપી.

તેઓ પોતાનું મંતવ્‍ય આપી જણાવે છે કે, એર ઈન્‍ડિયા એ પોતાની ફલાઈટની કંડીશન સુધારવાની જરૂર તો છે જ.  પણ, તેમની સર્વિસ સુધારવાની ખાસ ખાસ જરૂર છે.!!

(3:35 PM IST)