News of Monday, 29th June 2026
રવિવારે આઇશ્રી સોનલમા માર્ગનું અનાવરણઃ ભવ્ય લોકડાયરો-સન્માન - સત્કાર સમારંભ
મહંત પૂ. ધર્મજીવનદાસજી મહારાજ અને પૂ. પાલુભગત આશીર્વચન આપશેઃ જાહેર આમંત્રણ

રાજકોટઃ અહીં પ્રમુખસ્વામી ઓડીટોરીયમ(રૈયા રોડ) ખાતે નોકરીમાંથી નિવૃત થતાં પ્રકાશભાઇ કવલ (ગઢવી)ની સેવાનું સન્માન તેમજ ગોંડલ રોડ ખોડીયારનગર ખાતે આઇશ્રી સોનલમાં માર્ગનું અનાવરણ તા.પ/૭, રવિવારે સાંજે ૬ કલાકે સોનધામ મઢડાથી પધારતા ગીરીશ આપાના હસ્તે કરવામાં આવશે. અખિલ હિન્દ ચારણ ગઢવી સમાજના મહંતશ્રી ધર્મજીવનદાસ મહારાજ તેમજ જાગૃતિ શકિતધામના પૂજય પાલુ ભગત આર્શીવચન આપશે.
સાંજે ૭ વાગ્યાથી રામેશ્વર હોલ (રૈયા રોડ, બાપા સીતારામ ચોક પાસે) ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. તથા સાંજે ૮ વાગ્યે ચારણ સમાજની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાશે. સાંજે ૮:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે લોકડાયરો યોજાશે. જેમાં સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી, જુનાગઢ (ગીર) તેમજ હકાભા ગઢવી તેમજ ખંભાળીયાના સુપ્રસિધ્ધ ભજનીક વિજયભાઇ ગઢવી, રંગત જમાવશે. ભાવિકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
ચારણ ગઢવી સમાજની કમીટીના આયોજકો કરશનભાઇ ગઢવી, રાજેશભાઇ બાવડા(ગઢવી) મહિપતભાઇ ગઢવી, પ્રવિણભા ગઢવી, ભરતભાઇ ગઢવી, સાગરભાઇ ગઢવી મનોજભાઇ પાલીયા તથા ભગવતભાઇ સૌયા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:53 PM IST)










