<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

આજી-ર ડેમના એક દરવાજાની સ્‍થિતિમાં ઘટાડો : ૧૦ ગામને ચેતવણી

રાજકોટ, તા. ૧૪ :  ઉપરવાસમાં વરસાદની આવક ઘટવાના કારણે રાજકોટના આજી-૨ જળાશયનો એક દરવાજો ૦.૦૭૬૨ મીટર ખુલ્લો હતો, તેમાં ઘટાડો કરીને ૦.૦ ૫૦૮ મીટર સુધી કરવામાં આવ્‍યો છે. હાલ જળાશયમાં જળસ્‍તર ૭૨.૫ મીટર છે.

આ સાથે પડધરી તાલુકાના અડબાલકા ગામ ઉપરાંત બાઘી, દહીંસરડા,  ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્‍યો છે.

ડેમની મહત્તમ સપાટી ૭૩.૭૬ મીટર છે. ડેમમાં હાલ પાણીની આવક અને જાવક પણ ૧૦૦ કયુસેક નોંધાઈ છે.

(3:51 PM IST)