તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
મંદિરમાં થયેલી ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી સગીર સહિત બેને પકડયા
કરણ પરમાર અને સગીર પાસેથી રોકડ-વાહન, દાનપેટી સહિતની મત્તા કબ્જે

રાજકોટ તા. ૪: આજીડેમ નજીક રામવન પાસે આવેલા ઝરીયા કુટુંબના કુળદેવી શ્રી મેલડી માતાજીના મંદિરમાં અને બાજુની ઓરડીમાં થયેલી ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી એક સગીર સહિત બેને પકડી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મંદિરમાં ચોરી થયાની ફરિયાદ બળવંતભાઇ તુલસીભાઇ ઝરીયાએ નોંધાવી હતી. તસ્કરો મંદિરમાંથી દાનપેટી, પિત્તળના બે ઘંટ, બાજુની ઓરડીના તાળા તોડી તેમાંથી પાના પકડની લોખંડની ૩૦થી ૪૦ કિલોની પેટી સહિતની માલમત્તા ચોરી ગયા હતાં. કોન્સ. ગોપાલભાઇ બોળીયા, હરપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી ભેદ ઉકેલી કરણ ભરતભાઇ પરમાર (ઉ.વ.૧૯-રહે. બાબરીયા કોલોની-૩) અને એક સગીરને પકડી લેવાયા છે.
આ બંને પાસેથી જીજે૦૩કેઆર-૫૩૮૬ નંબરનું ૨૦ હજારનું હોન્ડા, પાના પકડની પેટી, તાંબાનો વાયર, દાનપેટી, પિત્તળના ઘંટ, રોકડ મળી રૂા. ૨૮૭૦૦ની મત્તા ક(જે કરાઇ છે. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, સંજયભાઇ મિયાત્રા, હિતેષભાઇ અગ્રાવત, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, મનિષભાઇ શીરોડીયા, વિશ્વરાજસિંહ પરમાર અને પ્રતિકભાઇ બોરસદીયાએ આ કામગીરી કરી હતી. બંનેએ મોજશોખ પુરા કરવા ચોરી કરી હોવાનું રટણ કર્યુ હતું. પણ મુદ્દામાલ વેંચે એ પહેલા પકડાઇ ગયા હતા.
(3:22 PM IST)










