<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

છત પર દુઃખીશ્‍યામને અજીત અને રાજેશે પકડી રાખ્‍યો ને પીંજુએ સેન્‍ટ્રીંગના તારથી ફાંસો દઇ પતાવી નાંખ્‍યો

રેલનગરમાં હત્‍યા-બહાર આવી વિસ્‍તૃત વિગતોઃ મુળ ઓરિસ્‍સાના દુઃખીશ્‍યામ બાગે રવિવારે સાઇટ પર કામ કરતાં બે સગા ભાઇઓ પીંજુ અને અજીતની બહેનનો હાથ પકડતાં તેણીએ દેકારો મચાવ્‍યોઃ અજીત, પીંજુ અને રાજેશ દોડી જતાં દુઃખીશ્‍યામે ઝપાઝપી કરી તેના પર ઇંટો ફેંકી અને બીજા માળે ભાગ્‍યોઃ ત્રણેય પીછો કરી ત્‍યાં ગયા રાતે સવા નવેક વાગ્‍યે લાશને છત પર જ મુકી ત્રણેય નીચે આવ્‍યાઃ પછી એક વાગ્‍યે લાશને ટીંગાટોળી કરી નીચે લાવી નવેળામાંથી બહાર ફેંકી દઇ નિરાંતે સુઇ ગયાઃ બીજા દિવસે દુઃખીશ્‍યામ પડી ગયો કે આપઘાત કર્યાની વાત વહેતી કરીઃ પણ પોસ્‍ટમોર્ટમમાં ભેદ ખુલી ગયોઃ પ્ર.નગર પોલીસે મૃતકના ભાણેજની ફરિયાદ નોંધીઃ ક્રાઇમ બ્રાંચ-પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્‍યોઃ આરોપીઓ સકંજામાં

રાજકોટ તા. ૧૬: શહેરના રેલનગર વિસ્‍તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર મજૂરી કરતાં મુળ ઓરીસ્‍સાના દુઃખીશ્‍યામ બાગ નામના આધેડે અહિ સાઇટ પર જ કામ કરતાં મુળ એમપીના બે સગા ભાઇઓની નાની બહેન તેની ભાભી સાથે રૂમમાં રસોઇ કરતી હતી ત્‍યારે ત્‍યાં જઇ હાથ પકડી લેતાં તેણીએ દેકારો મચાવતાં તેના બે ભાઇ સહિત ત્રણ રૂમમાં દોડી જતાં દુઃખીશ્‍યામે આ ત્રણેય સાથે માથાકુટ કરી તેના પર ઇંટોના ઘા કરતાં અને બાદમાં દોટ મુકી બીજા માળની છત પર જતો રહેતાં આ ત્રણેયએ પાછળ જઇ તેને ઢીકાપાટા, પાવડાના હાથાથી માર મારી પછાડી દીધા બાદ બે જણાએ પકડી રાખતાં ત્રીજાએ  સેન્‍ટીંગ બાંધવાના તારથી ફાંસો દઇ ઢાળી દીધો હતો. આ પછી પણ તેને લાકડાના ધોકાથી  પાટાથી માર માર્યો હતો. રાતે નવેક વાગ્‍યે છત પર જ લાશ મુકી દઇ એક વાગ્‍યે ફરી ત્‍યાં જ ત્રણેયે ટીંગાટોળી કરી લાશ નીચે લાવી  નવેળાની દિવાલથી બહાર ફેંકી દઇ કંઇ બન્‍યું ન હોય તેમ સુઇ ગયા હતાં. પ્ર.નગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે ગુનો ઉકેલી ત્રણેયને સકંજામાં લીધા છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે  હત્‍યાનો ભોગ બનનાર મુળ ઓરસિસાના દુઃખીશ્‍યામ નીતકર બાગ (ઉ.વ.૪૩)ના ભાણેજ મુળ ઓરીસ્‍સાના કલહાંડી જીલ્લાના બોરીયા ગામના વતની અને હાલ પેલેસ રોડ વર્ધમાનનગર મેઇન રોડ પર રાધાકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટના ગ્રા.ન્‍ડ ફલોરમાં ભાડેથી રહેતાં તેમજ કડીયા કામની મજુરી કરતાં પ્રફુલભાઇ રાજકુમાર સુગરીયા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી મુળ એમપીના અને હાલ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ ભારત પેટ્રોલ પંપ સામેની શેરીમાં શ્રી બંગલોઝની બાજુમાં નવા બનતા મકાનની બાંધકામ સાઇટ પર રહેતા઼ પીંજુ કેવનભાઇ ભુરીયા, તેના ભાઇ અજીત કેવનભાઇ ભુરીયા અને રાજેશ કૈલાસભાઇ ભુરીયા સામે હત્‍યા   નિપજાવવાનો ગુનો નોંધી સકંજામાં લીધા છે.

પ્રફુલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું દસેક વર્ષથી રાજકોટ પરિવાર સાથે રહુ છું અને કડીયા કામ લાદીકામની મજુરી કરુ છું. મારા માતા પિતા છેલ્લા પચ્‍ચીસ વર્ષથી રાજકોટ રહેતાં હતાં. મારો જન્‍મ રાજકોટ જીલ્લાના વિરપુરમાં થયો છે. મારા માતા ભાદ્રવીબેનને બે ભાઇ બહેનો છે. જેમાં સૌથી મોટા મારા માતા મોટા છે. તેનાથી નાના મારા મામા જગબંદુ બાગ છે જેઓ ગામ માલપડા પોલીસ સ્‍ટેશન કેશીંગા  ઓરીસ્‍સા ખાતે રહે છે અને સૌથી નાના મામા દુઃખીશ્‍યામ નીતકર બાગ છે જે છેલ્લા ત્રણેક વર્ષથી રાજકોટ ખાતે રેલનગરમાં રહેતાં હતાં અને ચણતરકામની સાઇટ પર મજુરી  કરતા હતા. હત્‍યાનો ભોગ બનેલા મારા મામા દુઃખીશ્‍યામના પત્‍નિનું નામ કેબત્તીબેન છે. તેને સંતાનમાં બે દિકરાછે જેમાં મોટો ભુભન અને તેનાથી નાનો રોહન છે. આ મારા મામી તથા તેના બંને દિકરાઓ ગામ માલપડા  કેશીંગા જી. કલહાંડી-ઓરીસ્‍સા ખાતે રહે છે. ખાતે રહે છે. મારા નાનાનું નામ નિતકર બાગ છે.

મંગળવારે પંદરમીએ હું સાંજનાં આશરે સાડા ચારેક વાગ્‍યાનાં અરસામાં મેટોડા ખાતે લાદી કામ કરતો ત્‍યારે મારા મામા જગબંદુ બાગની દિકરી આલીયા જે હાલમાં બેગ્‍લોરમાં હોટલમાં કામ કરે છે તેનો મનેફોન આવેલ અને કહેલ કે-મારા કાકા દુઃખીશ્‍યામ જે રાજકોટ રેલનગરમાં મકાન ઉપરથી પડી ગયેલ છે અને તેઓ હાલમાં રાજકોટ સરકારી હોસ્‍પીટલમાં છે. તેવી જાણ કરતા હું રાજકોટ સરકારી હોસ્‍પી ટલમાં ગયેલ હતો અને આ વખતે હોસ્‍પીટલમાં મારા જીજાજી ખેતરી આલેખભાઈ તાંડી (રહે. જાગનાથ પ્‍લોટ)મારી સાથે આવેલ હતા અને અમો આ વખતે ત્‍યાં હાજરપોલીસ અધિકારીને મળેલ હતા .

મારા મામા દુઃખીશ્‍યામની બાગની લાશ પોસ્‍ટમોર્ટમ રૂમમાં કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવી હતી.  જે મેં ઓળખી હતી. તેમની લાશ રેલનગર સાધુવાસવાણીકુંજ રોડ ભારત પેટ્રોલ પંપની સામેની શેરી, જય વિદ્યાર્થી ટયુશન કલાશ વાળી શે રીમાં શ્રી બંગ્‍લોઝની બાજુમાં નવા મકાનના બાંધકામની દિવાલ પાસેથી લાશ મળેલ હતી. પોસ્‍ટમોર્ટમ થતાં તેમના શરીરે આંતરીક અને બાહ્ય ઇજાઓ થવાથી મોત થયાનું ડોક્‍ટરે લખી આપ્‍યું હતું. તેવી વાત પોલીસે મને કરી હતી. બાદમાં મેં બનાવની જાણ મારા મામી કેબત્તીબેનને ફોનથી કરી હતી.

આ પછી પોલીસે મને વાત કરી હતી કે તમારા મામા દુઃખીશ્‍યામ બગાને રેલનગરમાં તેની લાશ જ્‍યાંથી મળી તે બાંધકામ સાઇટ પર કામ કરતા પીંજુ  કેવનભાઇ ભુરીયા, તેના ભાઇ અજીત કેવનભાઇ ભુરીયા તથા રાજે શ ૈલાશ ભુરીયા જેઓ મુળ મુળ પંજારા ફળીયુ દોતડ, તા. કંદનપુર જીલ્લો જાંબુવા અમધ્‍યપ્રદેશના વતની છે તેણે હત્‍યા કરી છે.  અજીતની પત્‍નિ આશા તથા અજીત-પીંજુની નાની બહેન રવિવારે તા.૧૪ના રોજ સાઇટ પર ચણતર કામ કરતા હતા ત્‍યારે રાતે આશરે નવેક વાગ્‍યાનાં અરસામાં અજીતની અને બહેન મકાનના રૂમમાં રસોઈ બનાવતી હતી.  આ વખતે આ દુઃખીશ્‍યામે રૂમમાં જઈને અજીત અને પીંજુની બહેનનો હાથ પકડી લીધો હતો. જેથી તેણીએ દેકારો કરતા પીંજુ તથા અજીત તથા રાજેશ રૂમમાં આવતા આ દઃુખીશ્‍યામ રૂ મમાં આ ત્રણેયની સાથે માથાકુટ કરવા માંડયો હતો અને ત્‍યાં પડેલ ઇંટો ત્રણેય ઉપર ફેકવા માંડયો હતો.

આ પછી દુઃખી શ્‍યામ રૂમની સીડીથી બીજા માળની છત ઉપર ચડી ગયો હતો. તેની પાછળ પીંજુ, અજીત અને રાજેશ પણ ગયા હતાં અને ત્રણેયએ દુઃખીશ્‍યામ સાથે ઝપાઝપી કરી હતી. આ વખતે રાજેશે ત્‍યાં છત ઉપર પડેલ પાવડાનાં ઘોકાથી દુઃખીશ્‍યામને પડખાના ભાગે ઘા મારતા તે પડી ગયો હતો. બાદ તેને પેટના ભાગે છાતીના ભાગે આડેધડ પાટા માર્યા હતાં. આ પછી સેન્‍ટીંગ બાંધવા માટેના લોખંડનો તાર પીંજુએ લઇ લીધો હતો. આ પછી રાજેશે તથા અજીતે મળી દુઃખીશ્‍યામને પકડી રાખેલ અને પીંજુએ દુઃખીશ્‍યામને ગળામાં તા૨ વીંટાળી તાર ખેંચી ગળા ટુંપો આપી દીધો હતો. બાદમાં રાજેશે લાકડાનાં પાવડાનાં હાથાથી  દુઃખીશ્‍યામને શરીરે આડેધડ માર્યો હતો. બીજા બેએ પણ આડેધડ પાટા મારતાં દુઃખીશ્‍યામનું મોત થયું હતું. તે હાલ અલગ અલગ સાઇટ પર રહી મજૂરી કરતો હતો.

ત્‍યારબાદ તેને ત્‍યાં જ મુકી નીચે ઉતરી ગયા હતાં. એ પછી ત્રણેય રાતે એકાદ વાગ્‍યે છત ઉપર ગયા હતાં. જ્‍યાં દુઃખીશ્‍યામ મૃત્‍યુ પામ્‍યો છે તેની ખાત્રી કરી ટીંગાટોળી કરી છત ઉપરથી નીચે લાવી નવેળાની દિવાલથી બહાર ફેંકી દીધો હતો. આ રીતે તે પડી ગયો કે આપઘાત કર્યો તેવી એલીબી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ ફરિયાદી પ્રફુલભાઇને પોલીસ મારફત જાણવા મળતાં તેણે આ મુજબની ફરિયાદ દાખલ કરાવી હતી. પીઆઇ એમ. ડી. મકવાણા, રાઇટર હરેશભાઇ સારદીયા સહિતે ગુનો નોંધ્‍યો છે. ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. એલ. ડામોર અને ટીમ પણ તપાસમાં સામેલ થઇ હતી. ડી. સ્‍ટાફના ચાંપરાજભાઇ ખવડ સહિતની ટીમે આરોપીઓને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:23 PM IST)