તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 15th April 2026
રાજકોટના કુવાડવા અને ટંકારા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતો ફરતો અખ્તર કચરા ઝડપાયો
ક્ષપેરોલ ફરલો પીઆઈ કે. કે. ગોહિલ, પીએસઆઇ ધાસુરા અને ટીમની કામગીરી: બાતમીના આધારે દબોચી લેવાયો

રાજકોટ: શહેર અને ગુજરાત રાજ્યમાં પેરોલ જમ્પ થયેલા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) બી.બી. બસિયા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના અમલીકરણ માટે રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે.
પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી. ઘાસુરા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટમાં હાજર છે. જેના આધારે ટીમે રૈયા રોડ, નેહરુનગર શેરી નં-૦૨, આમ્રપાલી ફાટક પાસેથી અખ્તર શૌકતભાઈ કચરા (ઉ.વ. ૨૬) ને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલ આરોપી અખ્તર કચરા બે ગુનાઓમાં વોન્ટેડ હતો. જેમાં રાજકોટ શહેર કુવાડવા પોલીસ સ્ટેશન ડિસેમ્બર ૨૦૨૫માં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં અને મોરબી જિલ્લાનું ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ઉપરાંત બી.એન.એસ.ની વિવિધ કલમો અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર હતો.
આ આરોપીને પકડી પાડ્યા બાદ આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પી.સી.બી. શાખા રાજકોટ શહેરને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહિલ, પીએસઆઈ એસ.બી. ઘાસુરા, એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ્ટેબલ અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ દોલતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી છે.
(7:19 PM IST)










