<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રાજકોટમાં જગન્નાથજીની ભવ્‍ય જળયાત્રાઃ ૧૦૮ કળશના પવિત્ર જળથી ભગવાનનો જળાભિષેક : જુઓ વિડીયો

પોલીસ કમિશનર બ્રિજેશ ઝાના હસ્‍તે ભગવાન જગન્નાથજીની શાષાોક્‍ત જળવિધિ

રાજકોટઃ શહેરમાં આજે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્‍ય જળયાત્રા અત્‍યંત શ્રદ્ધા અને વાજતે-ગાજતે નીકળી હતી. અષાઢી બીજના પાવન પર્વ પૂર્વે યોજાતી આ પરંપરાગત જળયાત્રામાં મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડ્‍યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્‍તિમય બની ગયું હતું.   આ મંગલમય પ્રસંગે બહેનો અને બાળાઓએ માથે ૧૦૮ પવિત્ર કળશ ધારણ કર્યા હતા. નાનામૌવા ગામના ઐતિહાસિક કૂવામાંથી શાષાોક્‍ત વિધિથી જળ ભરીને મંદિરે લાવવામાં આવ્‍યું હતું. ભજન-કીર્તન અને જય જગન્નાથના નાદ સાથે નીકળેલી આ યાત્રા આકર્ષણનું કેન્‍દ્ર બની હતી.

 મંદિરે જળ પહોંચ્‍યા બાદ રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ ઝા તથા તેમના ધર્મપત્‍નીના વરદ હસ્‍તે વૈદિક મંત્રોચ્‍ચાર સાથે ભગવાનનો દિવ્‍ય જળાભિષેક કરવામાં આવ્‍યો હતો. આ ધાર્મિક વિધિમાં પોલીસ વડા સહિતના મહાનુભાવોએ પ્રભુના આશીર્વાદ લીધા હતા.  મંદિરના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પૂજય શ્રી ત્‍યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીની યાદીમાં જણાવ્‍યા અનુસાર, આ જળયાત્રા અને જળાભિષેક બાદ હવે પરંપરા મુજબ ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મોસાળ (મામાના દ્યરે) પ્રસ્‍થાન કરશે. આ ધાર્મિક મહોત્‍સવને સફળ બનાવવા માટે મંદિર સમિતિ અને ભક્‍તોએ ભારે જહેમત ઉઠાવી હતી. 

 

(3:37 PM IST)