News of Friday, 24th July 2026
રસુલપરાના રહિમ ઉર્ફે જામનગરી અને મનહર સોસાયટીના વસીમ ઉર્ફે શાહબાઝને ત્રણ પિસ્તોલ-તમંચા સાથે ક્રાઇમ બ્રાંચે દબોચ્યા : જુઓ વિડિયો
બંને પાસેથી આઠ જીવતા કાર્ટીસ પણ કબ્જેઃ એએસઆઇમહેશભાઇ સોલંકી, ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઇ મારવીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, ધારાભાઇ વાનરીયા અને જયરાજસિંહ કોટીલાની બાતમીથી વાવડી રસુલપરા રોડ, અમુલ સર્કલ પાસે દરોડા બંને શખ્સોની અગાઉ પણ હથીયારો અને મારામારી, ધાકધમકીના ગુનાઓમાં સંડોવણીઃ જામનગરી તો પાસામાં પણ જઇ આવ્યો હતો ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા, વી. ડી. ડોડીયાની ટીમોએ બે અલગ અલગ કામગીરી કરી ગેરકાયદે ત્રણ હથીયારો અને જીવતા કાર્ટીસ સાથે બે શખ્સને પકડયા હતાં

રાજકોટ તા. ૨૪: ગેરકાયદે હથીયારો રાખીને ફરતાં શખ્સો સામે શહેર પોલીસે તવાઇ બોલાવી છે. તાજેતરમાં પીસીબીએ વેપન કાર્ટેલનો પર્દાફાશ કર્યા બાદ હવે ડીસીબીની ટીમે બે શખ્સોને દેશી બનાવટની બે પિસ્તોલ, એક તમંચો અને આઠ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધા છે. જેમાં એક શખ્સ અગાઉ મારામરી, ધાકધમકી, આર્મ્સ એક્ટ સહિતના પાંચ ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો છે. બીજો પણ અગાઉ મારામારી, આર્મ્સ એકટના બે ગુનામાં પકડાઇ ચુક્યો હતો. આ બંનેએ પોતાને માથાકુટો ચાલતી હોઇ અલગ અલગ જગ્યાએથી હથીયારો લીધાનું રટણ કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ શહેરમાં ગેરકાયદે હથીયારો ધરાવતાં શખ્સોને શોધી કાઢવા સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહેશભાઇ સોલંકી, કોન્સ. ધર્મરાજસિંહ રાણા અને નીકુંજભાઇ મારવીયાને બાતમી મળતાં વાવડી રસુલપરા રોડ પરથી રહિમ ઉર્ફે જામનગરી સિદ્દીકભાઇ સાંધ (ઉ.વ.૫૦-રહે. રસુલપરા-૧૭, અહેમદે રઝા મસ્જીદ પાસે, ફિરોઝભાઇ સિપાહીની બાજુમાં)ને દેશી પિસ્તોલ સાથે પકડી લીધો હતો. તેના ખિસ્સામાં તપાસ કરતાં બે જીવતા કાર્ટીસ પણ મળતાં કબ્જે કરી સકંજામાં લીધો હતો. શંકાને આધારે પોલીસ તેના ઘરે પહોંચી હતી અને ત્યાં જડતી કરતાં ત્યાંથી પણ એક દેશી કટ્ટો-તમંચો અને બે જીવતા કાર્ટીસ મળતાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસના કહેવા મુજબ રહિમ ઉર્ફે જામનગરી છુટક મજૂરી કરતો હોવાનું કહે છે. તે અગાઉ બી-ડિવીઝનમાં મારામારી-ધમકીના બે ગુનામાં, ડીસીબીમાં આર્મ્સ એક્ટના, તાલુકા પોલીસમાં મારામારી-ધમકીના બે મળી કુલ પાંચ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો. તેમજ એક વખત તાલુકા પોલીસે તેને પાસામાં પણ ધકેલ્યો હતો. આ શખ્સ પાસેથી રૂા. ૨૫ હજારની દેશી પિસ્તોલ, રૂા. ૧૦ હજારનો તમંચો અને ૧૨૦૦ના છ જીવતા કાર્ટીસ કબ્જે લીધા હતાં. પોતાને માથાકુટ ચાલતુ હોઇ હથીયાર રાખ્યાનું રટણ કર્યુ હતું. હથીયારો કોની પાસેથી લીધા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ ડીસીબીની ટીમના એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, હેડકોન્સ. ધારાભાઇ વનારીયા, જયરાજસિંહ કોટીલાને બાતમી મળતાં અમુલ સર્કલ ૮૦ ફુટ રોડ પરથી વસીમ ઉર્ફે શાહબાઝ હબીબભાઇ કુરેશી (ઉ.વ.૩૭-રહે. મનહર સોસાયટી મેઇન રોડ, ગામેતી હોલ સામે દૂધસાગર રોડ)ને દેશી બનાવટની પિસ્તોલ રૂા. ૧૦ હજારની અને બે જીવતા કાર્ટીસ રૂા. ૨૦૦ની કિંમતના સાથે પકડી લઇ તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. આ શખ્સ અગાઉ પ્ર.નગર પોલીસમાં આર્મ્સ એક્ટમાં અને ભક્તિનગર પોલીસમાં મારામારીમાં પકડાયો હતો. આ શખ્સ ભંગારનો ડેલો રાખી ધંધો કરે છે. તેણે પણ માથાકુટ ચાલતી હોવાથી હથીયાર રાખ્યાનું રટણ કર્યુ હતું .
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવા, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એસ. એમ. રાણા, એએસઆઇ અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, મહેશભાઇ સોલંકી, અમીતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, સંજયભાઇ રૂપાપરા, તુલસીભાઇ ચુડાસમા, લાલજીભાઇ હાડગડા, દિપકભાઇ ચોૈહાણ, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ, ધારાભાઇ વાનરીયા, જયરાજભાઇ કોટીલા, રાહુલભાઇ ગોહેલ, કોન્સ. ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઇ મારવીયા, સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા, રાજેશભાઇ પટેલએ આ કામગીરી કરી હતી. બંને હથીયારો ક્યાંથી લાવ્યા તેની તપાસ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરવામાં આવી હતી.
(2:28 PM IST)










