<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

સાજીદ કચરાની ટોળકીએ મઢી ચોકના મેડિકલ સ્‍ટોરમાં ધોકાવાળી કરી ૩.૨૫ લાખનું નુકસાન કર્યુ. : જુઓ વિડિયો...

બંધ કાઉન્‍ટર પર ઉભેલા બહેનને બીજા કાઉન્‍ટર પર આવવાનું કહેતાં સાજીદને પોતાને કહેવાયું તેવું લાગતાં ઝઘડો કર્યો અને દસ મિનીટમાં આવું કહીને જતો રહ્યો પછી પાંચ શખ્‍સો સાથે પાછો આવ્‍યો : ૧૩ કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર, ટીવી, પાંચ સીસીટીવી તોડીફોડી નાંખ્‍યાઃ સ્‍ટાફના કોઇ ફોન કરશે તો જીવતા મારી નાંખશે તેવી ધમકી પણ દીધીઃ ગાંધીગ્રામ પોલીસે પ્રણવભાઇ ઉનડકટની ફરિયાદ પરથી ગુનો નોધ્‍યોઃ આરોપીઓની શોધખોળ

જ્યાં માથાકુટ, તોડફોડ કરવામાં આવી હતી તે દેવ પુષ્પ મેડિકલ સ્ટોર અને તોડફોડના દ્રશ્યો સીસીસીટીવીમાં કેદ થયા હતાં તે જાઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા) 

રાજકોટ તા. ૧૪: શહેરના રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં આવેલા દેવ પુષ્‍પ મેડિકલ સ્‍ટોરમાં દવા લેવા આવેલા સાજીદ નામના શખ્‍સે ટોળકી રચી મેડિકલ સ્‍ટોરમાં તોડફોડ કરી સવા ત્રણ લાખનું નુકસાન કરી  સ્‍ટાફને ખૂનની ધમકી આપી હતી. સ્‍ટાફના કર્મચારીએ બંધ કાઉન્‍ટર પર ઉભેલા મહિલાને બીજા કાઉન્‍ટપર પર આવવાનું કહેતાં સાજીદને આ વાત પોતાને કહેવામાં આવ્‍યાનું લાગતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ બોલાચાલી કરી તમે મને ઓળખતા નથી? હમણા આવુ છું, મેડિકલ સ્‍ટોર બંધ કરાવવાનો છે તેમ કહી જતો રહી દસેક મિનીટમાં બીજા શખ્‍સો સાથે આવી અંદર ઘુસી ધોકાવાળી કરી તોડફોડ કરી હતી.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા  ગામ સવન સીમ્‍ફની એ-૭૦૩માં રહેતાં અને હનુમાન મઢી ચોકમાં દેવ પુષ્‍પ મેડીકલ સ્‍ટોર ચલાવતાં પ્રણવભાઇ ધીરજલાલ ઉનડકટ  (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી સાજીદ કચરા અને તેની સાથેના પાંચ અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે.

પ્રણવભાઇ પરિવાર સાથે રહે છે અને હનુમાન મઢી ચોક ખાતે દેવ પુષ્‍પ મેડીકલ સ્‍ટોર તેમના ભાગીદાર પ્રજ્ઞેશભાઈ જેન્‍તીભાઈ સુચક સાથે મળીને ચલાવે છે. પ્રણવભાઇએ જણાવ્‍યું છે કે રવિવારે રાત્રીના પોણા દશેક વાગ્‍યાની આસપાસ હું તથા મારા પાર્ટનર પ્રજ્ઞેશભાઇ સુચક દ્રારકા દર્શન કરીને પરત રાજકોટ ખાતે  આવતા હતા. ત્‍યારે જામનગર ખાતે પહોંચતા મને અમારા  દેવ પુષ્‍પ મેડીકલમાં કામ કરતા રાજેશભાઈ નવલભાઈ ઉર્ફે વિનુભાઈ સુચકનો મને ફોન આવેલ અને વાત કરી હતી કે દેવ પુષ્‍પ મે ડીકલ ખાતે આશરે સાડા નવેક વાગ્‍યાની આસપાસ સાજીદ કચરા (બિલમાં બતાવ્‍યા મુજબનુ નામ) નામના એક વ્‍યકિત દવા લેવા માટે આવેલ હતા.

આ દરમ્‍યાન સાજીદ કચરાની દવા મેડીકલમાથી આપતા હતાં. રજાને લીધે સ્‍ટાફ ઓછો હોઇ ત્‍યારે એક બંધ કાઉન્‍ટર ઉપર એક બહેન ઉભેલા હતા. જેથી અમારા સ્‍ટાફમાથી રાજેશભાઈએ આ બહેનને કહેલ કે બીજા કાઉન્‍ટર ઉપર આવી જાવ. જેથી  સાજીદ કચરાને એમ થયેલ કે મને બીજા કાઉન્‍ટર પર આવવાનું કહ્યું છે. આથી તેણે અમારા સ્‍ટાફ સાથે બોલાચાલી કરી હતી.ે સ્‍ટાફના માણસોએ સ્‍પષ્‍ટતા કરી હતી કે તમને નથી કહ્યું આ બંધ કાઉન્‍ટર પર ઉભેલા બહેનને કહ્યું છે.આ સાંભળી સાજીદ કચરા ઉશ્‍કેરાઇ ગયો હતો અને બોલાચાલી કરવા માંડયો હતો. તેમજ મારા સ્‍ટાફને કહેલ તમે મને ઓળખો છો? ે થોડીવાર રહો હું હમણા દશેક મિનીટમા પરત આવુ છું, તમારું મેડીકલ બંધ કરાવવું છે. તેમ કહીને તે ત્‍યાંથી જતો રહ્યો હતો.

આ પછી આશરે દર્શક મિનીટમાં  સાજીદ કચરા તથા તેની સાથેના અન્‍ય પાંચ માણસો મોટર સાઈકલ લઈને આવ્‍યા હતાં. આ તમામના હાથમાં લાકડાના ધોકા  હતાં. બધા મેડીકલ સ્‍ટોરમાં ઘુસી ગયા હતાં અને અંદર રાખેલો ૧૩ કોમ્‍પ્‍યુર  કોમ્‍પ્‍યુટર જેની કિંમત રૂા. ૨૬ હજાર થાય છે તથા ે પાંચ સીસીટીવી કેમેરા જેની આશરે કિંમત રૂપિયા ૨૦,૦૦૦ થાય છે તે અને એક પ્રિન્‍ટર જેની આશરે કિંમત ૧૫,૦૦૦ થાય છે તે અને ટીવી રૂા. ૩૦ હજારન કિંમતનું હતું તેમાં બેફામ તોડફોડ કરી નુકશાન કર્યુ હતું.  ે રાજેશ ભાઈ સુચકને ડાબા હાથે ધોકા વડે માર મારતાં  સામાન્‍ય ઈજા થઇ હતી. 

તોડફોડ વખતે આ શખ્‍સોએ અમારા સ્‍ટાફના કોઇના હાથમાં ફોન જોવે તો તેને ફોન મુકી દેવાનુ કહેતા હતાં અને જો કોઇ ફોન કરશે તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી ગાળો દેતાં હતાં. આ શખ્‍સોએ મેડીકલના દરવાજાના કાચ તોડવાની કોશિશ પણ કરી હતી. પણ કાચ તુટયા નહોતાં.  સાજીદ કચરા તથા તેની સાથેના અન્‍ય પાંચ શખ્‍સોએ તોડફોડ કરી રૂા. ૩,૨૫,૦૦૦નું નુકસાન કર્યુ છે અને સ્‍ટાફને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસનો સ્‍ટાફ અને ૧૧૨ ગાડી ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં અને કાર્યવાહી કરી હતી. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. પીઠીયાએ ગુનો નોંધ્‍યો છે. આરોપીઓને ઝડપી લેવા ગાંધીગ્રામ પોલીસ, એલસીબી ઝોન-૨ ટીમે તપાસ હાથ ધરી છે.

(3:28 PM IST)