<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

લોટ-સમોસા-મસાલો-નાનખટાઇ-ટોસ્‍ટ-ભાખરી-ખાખરા સહિત ૬૩ કિલો અખાદ્ય જથ્‍થો પકડાયો : નાશ : જુઓ વિડિયો

મનપા દ્વારા કિડવાઇનગર મેઇન રોડની જૈન સ્‍વીટ નમકીન એન્‍ડ સ્‍નેક તથા સત્‍ય સાંઇ રોડની રાધે ડેરી અન્‍ડ સ્‍વીટમાં ચેકીંગઃ માંડા ડુંગર વિસ્‍તારના ૮ ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સૂચનાઃ ૩ નમૂના લેવાયા

રાજકોટ, તા.૨૬: લોકોનું સ્‍વાસ્‍થ્‍ય ટનાટન રાખવા મનપાની ફુડ શાખા દ્વારા ચેકીંગ તથા નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત મનપાની સત્તાવાર યાદી મુજમ  મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કિડવાઈ નગર મેઇન રોડ, સદગુરુ પાર્ક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, મુકામે આવેલ ‘જૈન સ્‍વીટ નમકીન એન્‍ડ સ્‍નેક'  પેઢીની તપાસ કરતા ફ્રીઝમાં સંગ્રહ કરેલ ફરસાણ બનાવવા માટેનો વાસી લોટ, પડતર વાસી સમોસા, સમોસાનો વાસી  મસાલો, કાપેલા પપૈયાં ગંદકી વાળી જગ્‍યાએ રાખેલ મળી આવેલ કુલ મળી ૩૧ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થો સ્‍થળ પર નાશ કરેલ.

 ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સત્‍યસાંઇ રોડ,  મુકામે આવેલ ‘રાધે ડેરી એન્‍ડ સ્‍વીટ' પેઢીની તપાસ કરતા વેચાણ માટે ડિસ્‍પ્‍લે પર રાખેલ  નાનખટાઈ, ટોસ્‍ટ, ખારીશિંગ, ભાખરી, ચકરી, ખાખરા, ફરસાણના પેકિંગના લેબલ તપાસતા તમામ પેકિંગ પર એક્‍સપાયરી ડેટ વીતી ગયેલ જોવા મળેલ. સદર એક્‍સપાયરી થયેલ પેકિંગવાળી પ્રોડક્‍ટસનો કુલ મળી ૩૨ કી.ગ્રા. અખાદ્ય જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ, તેમજ પેઢીને હાઈજેનિક કન્‍ડિશન તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના આજીડેમ, માંડા ડુંગર  વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૧૨ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં         મિલન ખમણ, શક્‍તિકળપા ફરસાણ, દ્વારકેશ ગાંઠિયા, ચામુંડા પ્રોવિઝન સ્‍ટોર, ચામુંડા ફરસાણ,  જયભોલે કેરી રસ, શ્રી ગણેશ મેડિકલ તથા બાલાજી ખમણને -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

 તથા (૦૯)એવરીડે સુપર માર્કેટ (૧૦)રોનક ચાઇનીઝ ્રૂ પંજાબી (૧૧)રાધે ડેરીફાર્મ (૧૨)ગુનગુન પાણિપુરી (૧૩)ખોડિયાર સોડા શોપ (૧૪)ધાર્મી મેડિસિન્‍સ (૧૫)શ્રી સીતારામ સેલ્‍સ (૧૬)કળપા જનરલ સ્‍ટોર (૧૭)બાલાજી ફરસાણ (૧૮)ગોપાલ જનરલ સ્‍ટોર (૧૯)માલધારી ડેરી ફાર્મ (૨૦)ખોડિયાર પાન ની ચકાસણી કરવામાં આવેલ.

૩ નમુના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ કુલ ૩ નમૂના લેવામાં આવેલ જેમાં પપૈયાનો સંભારો (પ્રિપેર્ડ લૂઝ): સ્‍થળ -જૈન સ્‍વીટ નમકીન એન્‍ડ તોક્‍સ, સદગુરુ પાર્ક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, સદગુરુ બંગલોઝ પાસે, નાગરિક બેન્‍ક વાળી શેરી, વાડીલાલ ચોપાટી કુલ્‍ફી આઇસ્‍ક્રીમ (from 50 ml pkd):  તથા વાડીલાલ બડાબાઇટ આઇસ્‍ક્રીમ રેડ વેલ્‍વેટ (from 80 ml pkd): આત્‍મીય એન્‍ટરપ્રાઇઝ, ૪/૧૦ ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ, જીવન બેન્‍ક સામે, ગોડાઉન રોડ ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.(૨૩.૨૧)

 

 

(2:43 PM IST)