News of Saturday, 10th October 2026
મહિલાઓને વિકાસ યાત્રામાં માત્ર લાભાર્થી નહિ પરંતુ ડેવલપમેન્ટ પાર્ટનર બનાવવાનો વડાપ્રધાનનો નિર્ધાર છે : ભૂપેન્દ્રભાઇ : જુઓ વિડીયો
રાજયના ૧૩૬ બસ સ્ટેન્ડ ઉપર શરૂ થયા ગ્રામ હાટ : મુખ્યમંત્રીની રાજયની બહેનોને નવરાત્રીની ભેટ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮ાા લાખથી વધુ બહેનો લખપતિ બની : ૧૮ હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્કત પાર્લરો શરૂ થશે રાજયમાં પ વર્ષમાં ર૩૬ સરસ મેળામાં ૮પ૦૦ સ્વસહાય જૂથોનું ૪૦ કરોડનું વેચાણ રાજયમાં કુલ ૩ લાખથી વધુ સખી મંડળો

રાજકોટ, તા. ૧૦: રાજ્યની બહેનોને નવરાત્રિની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે ૨૭ જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત ૧૩૬ ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે મહિલાલક્ષી વિવિધ પહેલો સાથે ત્રિ-દિવસીય ‘સરસ મેળા'નો શુભારંભ કરાવ્યો હતો. ગળહ નારીૅને લક્ષ્મી સ્વરૂપા બનાવતી આ પહેલોની જાહેરાતને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભામાં ઉપસ્થિત હજારો બહેનોએ હર્ષભેર વધાવી લીધી હતી.
ગ્રામવિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓને વિકાસયાત્રામાં માત્ર લાભાર્થી નહીં, પરંતુ ડેવલપમેન્ટ પાર્ટનર બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો નિર્ધાર છે.
મહિલાઓને આર્થિક પગભર બનાવવાના ભાગરૂપે આજે અનેક નવી પહેલો શરૂ કરવા બદલ તેમણે મંત્રી અને વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રાજ્યના ૧૩૬ બસ સ્ટેશનોમાં સખીમંડળ સંચાલિત ગ્રામહાટના શુભારંભ સાથે અહીં ૧૩ જેટલા એમઓયુ થયા છે. બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશન પર સ્વસહાય જૂથની બહેનોના ઉત્પાદનના વેચાણ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનાથી ગ્રામીણ માતા-બહેનોના હસ્તકલા ઉત્પાદનો અને ગળહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રીઓને વિશાળ બજાર મળશે અને વડાપ્રધાનએ આપેલો વોકલ ફોર લોકલ મંત્ર સાર્થક થશે.
રાજ્ય સરકારની મહિલાલક્ષી વિશેષ પહેલનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મહિલાઓને સફળ ડિજિટલ ઉદ્યોગ સાહસિક બનાવવા એન.આઈ.એફ.ટી., માઈકા, ડી.ડબલ્યુ.આઈ.આઈ. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા મહિલા ઉદ્યમીઓને મેન્ટરશિપ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સરકારની પહેલ વિશે તેમણે કહ્યું હતું કે, પશુપાલન અને દૂધ મંડળીઓના કારોબારમાં ૪૫૦૦ મહિલા મંડળીઓ સાથે ગ્રામીણ મહિલા સશક્તિકરણનું મોટું યોગદાન છે. વિશ્વની પ્રખ્યાત બ્રાન્ડ અમૂલ દ્વારા રાજ્યમાં ૧૮ હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર શરૂ કરવામાં આવશે. આ માટે આજે જી.એલ.પી.સી. અને અમૂલ વચ્ચે એમ.ઓ.યુ. થયા છે.
મુખ્યમંત્રીએ આજના પ્રસંગને શક્તિ ઉપાસનાના પર્વ પહેલા નારીશક્તિને સમળદ્ધ કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનો અવસર ગણાવ્યો હતો.
વડાપ્રધાનના ‘વુમન લેડ ડેવલપમેન્ટ'ના મિશનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં અઢી લાખ જેટલા સખીમંડળોની ૩૦ લાખ ગ્રામીણ બહેનો પોતાના કૌશલ્યથી માતબર આર્થિક આવક મેળવતી થઈ છે. આ બહેનોના વ્યવસાયના વિકાસ માટે તેમજ મહિલાઓ ઉદ્યોગ સાહસિક બનીને રોજગારી સર્જક અને રોજગારદાતા બને તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
મહિલાઓની આર્થિક ઉન્નતિ માટે નાણાંની પૂરતી વ્યવસ્થા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ ક્ષેત્રે ગયા વર્ષે રૂ. ૮૦૦ કરોડની સહાય આપી છે અને આવનારા વર્ષોમાં અનેકગણી વધુ સહાય આપવા સરકારની તૈયારી છે.
મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર તથા ગુજરાત સરકારના વિઝન વિશે તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૯ સુધીમાં દેશમાં ૬ કરોડ લખપતિ દીદી બનાવવાની વડાપ્રધાનની નેમ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮.૫ લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિઓ વડાપ્રધાનના વિઝન, સખી મંડળોની મહેનત અને બહેનોની હિંમતનું પરિણામ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
આ અવસરે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાઈવલીહુડ પ્રમોશન કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જેના પરિણામે સખી મંડળોની રચના થઈ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે અદભુત ક્રાંતિ આવી છે. રાજ્યભરમાં કાર્યરત અંદાજે ૩ લાખથી વધુ સખી મંડળો થકી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બની રહી છે.
જ્યારે ગ્રામવિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ દરમિયાન અનેક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણની દિશામાં ‘મિશન મંગલમ' અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રામીણ મહિલાઓ માત્ર ઘર સંભાળવા પૂરતી સીમિત નથી રહી, પરંતુ પોતાની કલા અને કૌશલ્ય થકી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યભરમાં યોજાયેલા ૨૩૬ જેટલા સરસ મેળામાં ૮૫૦૦ જેટલા સ્વસહાય જૂથોએ અંદાજે રૂ. ૪૦ કરોડ જેટલું વેચાણ કર્યું છે.
મુખ્યમંત્રીએ રાજકોટ પધાર્યા બાદ પહેલા રેસકોર્સ ખાતે આયોજિત ત્રિદિવસીય સરસ મેળાનો પ્રારંભ કરાવ્યો તેમજ સ્વ સહાય જૂથની બહેનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં બહેનોએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું તેમજ કલા કારીગરીના નિદર્શન અને રોજગારી માટે સરસ મેળાનો ૅસરસ મંચૅ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સંવાદમાં બહેનોએ કહ્યું હતું કે, અહીં અમારે સ્ટોલનું કોઈ ભાડું નથી આપવું પડતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તરફથી બહેનોને આ સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે.
સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના માર્કેટિંગ અને વેચાણ માટે જગ્યા અને બજાર મળે તે હેતુથી જી.એલ.પી.સી. દ્વારા રેલવે, જી.એસ.આર.ટી.સી., રાજ્યના પશુપાલન અને સહકાર વિભાગ, અમૂલ, માઇકા, ઈ.ડી.આઈ.આઈ., એન.આઈ.એફ.ટી., સરદાર પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ એસ.બી.આઈ., પી.એન.બી., આઈ.સી. આઈ.સી.આઈ., બી.ઓ.બી., સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને ૧૩ સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા.
ઉપરાંત વિવિધ સ્વસહાય જૂથને અમૂલ પાર્લર એલોટમેન્ટ લેટર, રૂ. ૪૫ લાખના કેશ ક્રેડિટ ચેક અને ડેરી સાથે સંકળાયેલા સ્વસહાય જૂથને રૂ. ૪૦ લાખના કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય સખી મંડળોને ઈ-કોમર્સ ઇન્સેન્ટિવના કુલ રૂ. ૧,૦૮,૬૪૦ના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના આરંભે જી.એલ.પી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર સુ પ્રશસ્તિ પારીકે શાબ્દિક સ્વાગત કરતા સમગ્ર રૂપરેખા તેમજ મહિલા ઉત્કર્ષ અર્થે જી.એલ.પી.સી. દ્વારા કરાઈ રહેલી કામગીરી અંગે જણાવ્યું હતું.
આ તકે મેયર ડો. નેહલ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જયેશભાઈ રાદડીયા, દુર્લભજીભાઈ દેથરિયા, મેઘજીભાઈ ચાવડા, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્રસચિવ ધનંજય દ્વિવેદી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (ઈ) પ્રિયંક ગલચર, અગ્રણી માધવભાઈ દવે, સખી મંડળની મહિલાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(3:38 PM IST)










