<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

શહેર ભાજપ દ્વારા ગણપતિ મંગલ મહોત્‍સવનો ભવ્‍યાતિભવ્‍ય પ્રારંભ : દુંદાળા દેવની વાજતે-ગાજતે વરણાંગી નીકળી : જુઓ વિડિયો

દુંદાળા દેવની વાજતે-ગાજતે વરણાંગી : ભાજપ કાર્યકર્તાઓએ આપ્‍યો એકતા અને સેવાનો સંદેશ

રાજકોટ : શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગણપતિ મંગલ મહોત્‍સવનો ભવ્‍ય પ્રારંભ મેયર બંગલા ખાતે થી કરવામાં આવ્‍યો હતો. દુંદાળા દેવની વાજતે-ગાજતે ભવ્‍ય વરણાગી નીકળતા શહેરભરમાં ભક્‍તિ, ઉત્‍સાહ અને મહોત્‍સવી માહોલ સર્જાયો હતો.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ વિશેષ આમંત્રિત ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્‍ય ધનસુખભાઈ ભંડેરી, લોકસભા સાંસદશ્રી  પરશોતમભાઈ રૂપાલા, પૂર્વ રાજયસભા સાંસદશ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, મેયર શ્રી નેહલભાઈ શુક્‍લ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિત વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, મુકેશભાઈ દોશી,  પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટે.કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, દંડક સંજયસિંહ રાણા, શાસક પક્ષ નેતા હિરેનભાઈ ખીમાણિયા, શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવના મુખ્‍ય વ્‍યવસ્‍થાપક કિશોરભાઈ રાઠોડ, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઇ ચાવડા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

‘‘ગણપતિ બાપા મોરિયા''ના નાદ વચ્‍ચે સૌએ દાદાની ભાવવંદના કરી હતી. સૌ પ્રથમ મેયર નિવાસ સ્‍થાનેથી ગણપતિ બાપાનું પૂજન અર્ચન કરી સૌ ઉપસ્‍થિત મહાનુભાવો અને મહેમાનોની હાજરીમાં કર્મકાંડી ભુદેવ દ્વારા મંત્રોચ્‍ચાર અને શ્‍લોકના ગાન દ્વારા આદરપૂર્વક તેમને વાહનમાં બિરાજીત કરી ડી.જે. સાથેની શોભાયાત્રા સ્‍વરૂપે વર્ણાંગી કાઢી મહિલા મોરચાના બહેનોના રાસ ગરબાની રમઝટ અને સૌ કાર્યકર્તાઓની ભકિત ભાવના સાથે સિધ્‍ધી વિનાયક ધામ રેસકોર્ષ ખાતે દુંદાળા દેવનું સ્‍થાપન કરવામાં આવ્‍યું હતું. ઓપરેશન સિંદૂર અને સ્‍વદેશી અપનાવોની ભારત દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રકલ્‍પોને ઉજાગર કરતી અને અદ્દભુત અને  વિશાળ થીમવાળા સિધ્‍ધી વિનાયક પંડાલ આ તકે સૌના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું.  આ પ્રસંગે વિધ્‍નહર્તા ગણપતિદાદાની શાષાોકત વિધિવત પૂજન વિધિ રાજકોટ શહેર મહામંત્રી યોગેન્‍દ્રસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. તેમાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા જોડાયા હતા.

આ તકે શહેર ભાજપ પ્રમુખ અને શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવના ઈન્‍ચાર્જ ડો. માધવ દવે એ જણાવ્‍યું કે, ગણપતિ મંગલ મહોત્‍સવ માત્ર ધાર્મિક ઉત્‍સવ નથી, પરંતુ ભાજપ માટે આ એકતા, સેવા અને સંસ્‍કળતિનો પ્રતીક છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના સૂત્રથી પ્રેરાઈ આપણે દસ દિવસ સુધી ભક્‍તિસભર વાતાવરણમાં વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શહેર ભાજપ દ્વારા શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિ આયોજીત કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્‍ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના દર્શનનો લહાવો લેવા અને સાંસ્‍કળતીક અને ભકિતસભર કાર્યક્રમોમાં શહેરીજનોને ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ અને શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિના ઇન્‍ચાર્જ અને શહેર પ્રમુખ ડૉ.માધવ દવે, મહામંત્રી મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજાએ  જાહેર અનુરોધ કર્યો છે. તેમ હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવેની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:51 PM IST)